બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni snapped cameraman! hint of throwing bottle in live match

VIDEO / કેમેરામેન પર જબરો ભકડ્યો MS ધોની! લાઈવ મેચમાં બોટલ ફેંકવાનો કર્યો ઈશારો

Ajit Jadeja

Last Updated: 06:44 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની કેમેરામેન પર બોટલ ફેંકતા જોવા મળે છે. એમએસ ધોની આઈપીએલ 2024માં અત્યાર સુધી અજેય છે. ધોનીએ ટૂર્નામેન્ટની 6 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં કોઈ તેને આઉટ કરી શક્યું નથી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી ટૂર્નામેન્ટની 39મી મેચમાં ધોનીએ 1 બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હવે લખનૌ સામે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની લાઈવ મેચમાં કેમેરામેન પર બોટલ ફેંકતા જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની ડ્રેસિંગ રૂમની અંદર જોવા મળી રહ્યો છે. ધોનીને ડ્રેસિંગ રૂમમાં કાચની દીવાલમાંથી ઊભો જોઈ શકાય છે. જેવા કેમેરામેન ધોનીને ડ્રેસિંગ રૂમમાં જુએ છે કેમેરો તેની તરફ ફેરવે છે અને માહી ટીવી પર લાઈવ આવે છે. કેમેરાને પોતાની તરફ આવતો જોઈ ધોનીએ તેના હાથમાં રહેલી બોટલ ફેંકી દીધી અને તેને મારવાનો ઈશારો કર્યો. આ દરમિયાન માહી પણ તેના લાંબા વાળ પર હાથ ચલાવે છે.

 

ચેન્નાઈ લખનૌ સામેની મેચ હારી ગઈ, ટોપ-4માંથી બહાર

તમને જણાવી દઈએ કે લખનૌ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેપોકમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 60 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 108* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની ટીમે 19.3 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી લીધી હતી. લખનૌ માટે, માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 124* રનની ઇનિંગ રમી હતી.

વધુ વાંચો: 'હમારા કેપ્ટન કૈસા હો, રોહિત શર્મા....', ફેન્સે કરી નારેબાજી તો આ રીતે હિટમેને દિલ જીતી લીધું

ચોથી હારનો સામનો કરવો પડ્યો

નોંધનીય છે કે આ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર થઈ ગઈ હતી. લખનૌ સામેની મેચ પહેલા ચેન્નાઈ ટોપ-4માં પોતાની જાતને જાળવી રહી હતી. રુતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી CSKને લખનૌ સામેની મેચમાં આ સિઝનની ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ