ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ms Dhoni New Beard Look Going Viral As He Is Playing With Ziva At His Farmhouse

VIRAL / લૉકડાઉનને કારણે ચકાચક લાગી રહી છે ધોનીની હેરસ્ટાઇલ, ફૂલ બિયર્ડ લૂકમાં મળ્યો જોવા

Published By: Juhi

Last Updated: 12:30 PM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં જો કોરોના વાયરસના ફેલાયો હોત તો ક્રિકેટના ગ્રાઉન્ડ પર અત્યાર ક્રિકેટ ફેન્સ ધોનીના સિક્સર-બાઉન્ડ્રી જોતા હોત, પરંતુ લૉકડાઉનને કારણે ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યો છે.

ADVERTISEMENT

10 મહિનાથી ક્રિકેટથી દૂર છે ધોની 

વર્લ્ડ કપ 2019 પછી ધોની ક્રિકેટથી દૂર છે. આ વખતે  ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તે પરત ફરવાનો હતો  અને ધોનીએ આ ટૂર્નામેન્ટ માટે ઘણી મહેનત કરી હતી, તે તો વાયરલ થયેલા વીડિયોઝ અને ફોટોઝ પરથી ખબર પડી જ ગઇ હતી. 

કોરોના વાયરસને કારણે વધુ જોવી પડશે ધોનીને રાહ

આ વચ્ચે ચીનાં શરૂ થયેલો ઘાતક કોરોના વાયરસ મહામારી રૂપે વિશ્વભરમાં ફેલાઇ ગયો છે. આ કરાણે તમામ આઉટડોર એક્ટિવિટીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. 29 માર્ચના ધોની IPL થી ક્રિકેટમાં કમબેક કરવાનો હતો પરંતુ આ ટૂર્નામેન્ટને સ્થગિત કરવી પડી હતી. 

હાલમાં રાંચીના ફાર્મહાઉસ પર છે ધોની 

દેશભરમાં લૉકડાઉનને કારણે એમ એસ ધોની પોતાના ઘરે છે. ધોની પોતો સોશ્યલ મીડિયા પર એક્ટિવ નથી પરંતુ તેની પત્ની સાક્ષી ધોની અને ઝીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફેન્સને ધોનીની ઝલક જોવા મળે છે. 

બિયર્ડ લૂકમાં જોવા મળ્યો ધોની 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#runninglife post sunset !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

એમ એસ ધોનીને બિયર્ડ લૂકમાં ઓછી વખત જોવામાં આવ્યો છે. પરંતુ ધોની હાલમાં લૉકડાઉનને કારણે બિયર્ડ લૂકમાં છે. શુક્રવારે ઝીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ધોની અને ઝીવા પોતાના એક ડૉગની સાથે ટેનિસ બૉલથી થ્રો ગેમ રમી રહ્યા છે. 

આ વીડિયોમાં ધોનીના નાના હેરકટમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ક્લીન શેવ્ડમાં સતત દેખાતો ધોની હાલમાં ફૂલ બિયર્ડ લૂકમાં જોવા મળૂ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ધોનીની બિયર્ડ જોકે ગ્રે શેડમાં જોવા મળી રહી છે. 

મેન્ટલ હેલ્થ વિશે ધોનીએ કરી વાત 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં ધોનીએ કહ્યુ હતુ કે, ''આજે પણ માનસિક સમસ્યાઓ સ્વીકારવી એ ભારતમાં મોટો મુદ્દો છે. ખાસ કરીને ખેલાડીઓ સાથે. ખરેખર કોઈ કહેતું નથી કે, જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે પ્રથમ 5થી 10 બોલ રમતી વખતે હ્રદયના ધબકારા વધી જાય છે. હું દબાણ અનુભવું છું, મને થોડો ડર લાગે છે. દરેક વ્યક્તિને એવું લાગે છે. પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે કોઈ કહેતું નથી?''

સંકળાયેલા મુદ્દાઓ

Beard Look Cricket India MS Dhoni Social Media Team India sports viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ