ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni and sakshi dhoni photo viral on social media

VIRAL / ધોનીનું ધ્યાન ખેંચવા માટે સાક્ષીએ શરીરના આ ભાગ પર ભરી દીધુ બચકું

Published By: Juhi

Last Updated: 06:13 PM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે સરકાર દ્વારા લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે સામાન્ય જનતાની સાથે સાથે બોલિવુડ-સ્પોર્ટ્સ ઇન્ડ્સ્ટીરના સેલેબ્સ પોતાના ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. આ જ કારણે સેલેબ્સ પોતાના સોશ્યલ મીડિયા પર પોતાની ડેઇલી એક્ટિવિટીઝ શૅર કરીને ફેન્સની સાથે કનેક્ટ થઇ રહ્યા છે.

ADVERTISEMENT

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના પરિવારની સાથે રાંચીમાં છે, ધોનીની પત્ની સાક્ષી સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સતત ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે, સાક્ષીએ ધોની સાથેનો એક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે જે પછી ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Times when you crave attention from #mrsweetie ! Video games vs Wife

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

સાક્ષીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ધોની અને પોતાનો એક ફોટો શૅર કર્યો છે જેમા માહી આરામ ફરમાવી રહ્યો છે. તો ધોનીનું ધ્યાન ખેંચવા માટે સાક્ષી તેના પગના અંગૂઠા પર બચકું ભરવાનો પ્રયાસ કરી રહી છે. આ ફોટોમાં ધોનીના હાથમાં ફોન છે, તેણે સાક્ષી ખોળામાં તેના પગ મૂક્યા છે. આ ફોટો શૅર કરતા સાક્ષીએ કેપ્શન આપ્યુ હતુ કે, ''જ્યારે તમે મિસ્ટર સ્વીટીનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરવા માંગો છો ત્યારે..''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

આ સિવાય સાક્ષીએ થોડા દિવસ પહેલા પોતાના ફાર્મ હાઉસની સુંદર ફોટો પણ શૅર કરી હતી જેમાં એક વીડિયોમાં ઝીવા પણ જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યો હતો. જેમાં અનુષ્કા વિરાટની મજાક ઉડાવી રહી છે. આ વીડિયોમાં  અનુષ્કા શર્મા ગ્રાઉન્ડ પર વિચિત્ર રીતે બૂમો પાડતા ફેન્સની જેમ બોલી રહી છે. તે બોલી રહી છે કે, એ કોહલી.. એ કોહલી. ક્યા કર રહા હૈ... ચૌકા મારના ચૌકા... એ કોહલી.. એ કોહલી... અનુષ્કા ત્યારબાદ કોહલી તરફ કેમેરો ફેરવે છે જેમાં કોહલી ઇગ્નોર કરે છે તેવા હાવભાવ છે. તો વીડિયો શૅર કરતા લખ્યુ કે, ''મેં વિચાર્યું કે તે ફિલ્ડને ઘણો મિસ કરતો હશે. તેની સાથે જ તેને મળતો લાખો ફેન્સનો લવ, અને ખાસ કરીને તે અમુક પ્રકારના ફેનને પણ ઘણો મિસ કરતો હશે. તો મેં તેને આ અનુભવ આપ્યો.'' 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી કે ઑલિમ્પિક, IPL,ફૂટબૉલ લીગ, ટેનિસ સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સ પર અસર થઇ છે. કેટલીક ઇવેન્ટ્સ સ્થગિત કરવામાં આવી છે અને તો કેટલીક રદ્દ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Cricket India MS Dhoni Sakshi SIngh Dhoni Social Media covid 19 sports viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ