બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / MP Mansukh Vasava Lalchol on Superintendent of Rajpipla Civil Hospital

ઉદ્ઘાટન ક્યારે? / 'અહિયાં હવે શું કામ આવ્યા છો? ઉપડો ચલો..' રાજપીપળા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પર સાંસદ મનસુખ વસાવા લાલચોળ

Vishal Khamar

Last Updated: 09:08 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જીલ્લાનાં આદિવાસી વિસ્તાર એવા રાજપીંપળા સિવિલ હોસ્પિટલની આજે સાંસદ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. સાંસદ દ્વારા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ર્ડાક્ટર અને સાધનો ન હોવાને લઈ બળાપો કાઢ્યો હતો.

  • સાંસદ મનસુખ વસાવાની હોસ્પિટલની મુલાકાત
  • રાજપીપળા સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
  • ડૉક્ટર અને સાધનો ન હોવાને લઈ કાઢ્યો બળાપો

 નર્મદા જીલ્લાનાં રાજપીંપળા સિવિલ હોસ્પિટલની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. ત્યારે અચાનક સાંસદ મનસુખ વસાવાની મુલાકાતને લઈ મેડિકલ ઓફિસર સહિતનાં ર્ડાક્ટરો સિવિલમાં દોડી આવ્યા હતા. રાજપીંપળામાં સિવિલ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતું ર્ડાક્ટરોનાં અભાવનાં કારણે મુખ્ય સારવાર મળતી નથી. તેમજ દર્દીઓને વડોદરા ખાતે રીફર કરવામાં આવે છે.  ડેડિયાપાડા ખાતે હોસ્પિટલનાં ઉદ્ઘાટનને લઈ સાંસદ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી. 

ડેડિયાપાડા ખાતે હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને તૈયાર છે: મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
નર્મદા જિલ્લાના રાજપીપળા સિવિલ હોસ્પિટલની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધા બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે મુલકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મે વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે બાદ મુખ્યમંત્રીએ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ કહ્યું કે, આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ધાટન કરો. ડેડિયાપાડા ખાતે હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને તૈયાર છે.

ડેડિયાપાડામાં હોસ્પિટલ ઉદ્ધાટનની રાહ જોવે છે

કોઈક કારણોસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટર આવતા નથીઃ મનસુખ વસાવા (ભરૂચ)

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેમની ટીમ તેમનાં કમિશનર આદિવાસી વિસ્તારમાં સારા ડૉક્ટરો મુકવા રાજી નથી. કોઈને કોઈ પ્રકારનુ બહાનુ કાઢે છે.  આ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની છે અને આરોગ્ય કમિશનરની છે. પહેલા તો હોસ્પિટલમાં ક્વોલીફાઈડ ર્ડાક્ટર પણ ન હતા. ત્યારે આજે તો ઘણુ બધુ પરિવર્તન છે. તેમજ ઘણી બધી સુવિધા સાથે સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવે છે. પણ કોઈકને કોઈક કારણોસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટર આવતા નથી. અને આવે છે તો કામ ચલાઉ તેવુ જણાવી સાંસદ મનસુખ વસાવાએ પોતાનો બળાપો કાઢ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ