Movie Reviews of Made in China Starrer Rajkumar Rao And Mouni Roy
મૂવી રિવ્યૂ /
સેક્સના ટૉપિક પર બનેલી ફિલ્મ મેડ ઇન ચાઇના કેવી છે, એક ક્લિક કરીને જાણો
Team VTV11:04 AM, 25 Oct 19
| Updated: 11:11 AM, 25 Oct 19
ગુજરાતી ફિલ્મોમાં નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા ડિરેક્ટર નિખિલ મુસાલેની આ પહેલી હિંદી ફિલ્મ એટલે 'મેડ ઇન ચાઇના' . એન્ટરટેનમેન્ટની સાથે સાથે મેસેજ આપનારી આ ફિલ્મ સારી નિયયથી બનાવવામાં આવી છે, પરંતુ સમસ્યા એ છે કે ફિલ્મ કંઇ નવું નથી બતાવી શકી. નિષ્ફળ બિઝનેસમેન કેવી રીતે સફળ થાય છે તેના પર બોલિવુડમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે અને તેમાં પણ ડિરેક્ટરે સેક્સ પ્રોબ્લેમ જેવા ટૈબૂને સમજવાના મુદ્દાને પણ જોડી દીધો છે. આવા જ પ્રકારનો ડ્રામા અને ક્લાઈમેક્સ થોડા સમય પહેલા ખાનદાની શફાખાનામાં જોવા મળ્યો.
સ્ટોરી:
ફિલ્મ એક ઇન્ટ્રેસ્ટિંગ સ્ટોરી પર શરૂ થાય છે, જ્યાં એક સ્ટ્રગલિંગ ગુજરાતી બિઝનેસમેન રધુવીર મહેતા અત્યાર સુધી 13 અલગ-અલગ બિઝનેસના આઇડિયાઝને ઇમ્પિલિમેન્ટ કરવાની ચક્કરમાં ફેલ થઇ ચૂક્યો છે. તેની તેજતર્રાર, સુંદર અને ભણેલી-ગણેલી પત્ની રુક્મિણી (મૌની રૉય) તમામ પરિસ્થિતિઓમાં તેનો સાથ આપે છે, પરંતુ તેમના માથે નાના છોકરાની જવાબદારી પણ છે. રઘુવીરનો કઝિન વનરાજ (સુમીત વ્યાસ) અને તેના મોટા કાકા ( મનોજ જોષી) તેને આર્થિક મદદ તો કરે છે પરંતુ તેની નિષ્ફળતા ગણાવીને તેને ઉતારી પાડવો કોઇ મોકો છોડતા નથી. ત્યારે જ રઘુવીરને વનરાજની સાથે ચીન જવાનો મોકો મળે છે. ત્યાં તેની મુલાકાત જાણીતા વેપારી તન્મય શાહ (પરેશ રાવલ) સાથે થાય છે, જે બિઝનેસનો નવો ગુરુ મંત્ર આપે છે. જેને અમલમાં મૂકીને રઘુવીર પોતાની જાતને સાબિત કરી શકે.
તે સેક્સ લાઈફની સંતુષ્ટિ માટે એક પ્રોડક્ટ ટાઈગર સૂપ પર કામ શરૂ કરે છે તેને સફળ બનાવવા માટે તે લો-પ્રોફાઇલ સેક્સોલોજિસ્ટ (બમન ઇરાની ) સાથે હાથ મિલાવે છે, પરંતુ શું તેનો આ બિઝનેસ સફળ જશે કે નહી તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ડિરેક્શન:
ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે, ધીમે ધીમે ફિલ્મ આગળ વધે છે જ્યાં ઘણા કેરેક્ટર્સ ફિલ્મમાં કેમ છે તે નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીપ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશનને અભિનંદન આપવા પડે. ક્લાઇમેક્સ રસપ્રદ છે પરંતુ તે પણ લાંબો લાગે છે.
એક્ટિંગ:
એક્ટિંગની વાત કરવામા આવે તો રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ જ સારી છે ગુજરીતા લહેકામાં તેનો સંવાદ મજેદાર છે. મૌની રૉય કંઇ ખાસ નથી. તેને માત્ર ફિલ્મમાં સુંદરતા માટે રાખી હોય તેવુ લાગી રહ્યુ છે. બોમન ઇરાની ફિલ્મની જાન છે. ડોક્ટરની વર્દીમાં તેણે પ્રાણ ફૂંક્યા છે. . પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઇ ગયુ છે. સુમીત વ્યાસ અને ગજરાજ રાવના પાત્રમાં વધારે મહેનતની જરૂર હતી.
મ્યૂઝિક:
સચિન-જીગરના મ્યૂઝિકમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી ઓડિયન્સને પસંદ આવી રહ્યુ છે. આ સિવાય ફિલ્મમાં ગુજરાતી ટચ હોવાથી ઘણું મ્યૂઝિક ગુજરાતીઓને પસંદ આવશે.
ફિલ્મ જોવી કે નહી:
રાજકુમારના ફેન્સ અને હળવી કોમેડી પસંદ કરનારા લોકોને આ ફિલ્મ ચોક્કસથી પસંદ આવશે.