Movie Review of War Starring Hrithik Roshan and Tiger Shroff
મૂવી રિવ્યૂ /
જાણો, રિતિક અને ટાઈગરની વૉર જવા જશો તો પૈસા અને સમય બગડશે કે નહીં
Team VTV05:09 PM, 02 Oct 19
| Updated: 05:12 PM, 02 Oct 19
ફિલ્મ વૉર નું જ્યારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ ત્યારે મોટાભાગે લોકોએ મિક્સ રિવ્યૂઝ આપ્યા, કારણ કે ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર હતુ. જોકે સારી વાત એ છે કે, ફિલ્મ ટ્રેલરથી તદ્દન વિરુદ્ઘ છે.
ફિલ્મ કોઇ રોલરકોસ્ટર રાઇડની જેમ છે, જેમાં ઇમોશન્સ છે અને એક્શન પણ, થ્રિલર અને સસ્પેન્સ છે. મ્યૂઝિક મસ્ત છે.
રિવ્યૂ:
રિતિક અને ટાઇગર શ્રોફ બંને એક્શન ફિલ્મોની સીરિઝમાં ઘણા લોકપ્રિય સ્ટાર્સ છે. હવે વૉર ફિલ્મમાં બંને આમને સામને છે. બંને એક્ટર્સના ચાહકો માટે ફિલ્મ ટ્રીટ છે. તમને 1990માં દાયકામાં સુભાષ ઘાઇની ખલનાયક સંજય દત્ત અને જેકી શ્રોફની જોડી યાદ અપાવી દેશે. એક્શન મૂવી પસંદ હોય તેવા લોકો માટે વૉર ઘણુંબધું લઈને આવી છે..તેમાં ઘણા બધા સ્ટૂન્ડ્સ છે, થ્રિલ, ટ્વીસ્ટ્સ છે.
સ્ટોરી:
ભારતીય સેનાના સ્પેશિયલ મિશન હેન્ડલ કરનારા મેજર કબીર લૂથરા (રિતિક રોશન) ભારતીય સેનાથી દગો આપીને બાગી થઇ ગયો, કબીર ગાયબ છે અને હવે ભારત માટે ખતરો બની ચૂક્યો છે. એવામાં સેના ખાદિલ ખાન (ટાઇગર શ્રોફ) ને ચીફ (આશુતોષ રાણા) જવાબદારી આપે છે કબીરને શોધીને તેણે ખત્મ કરી દેવાની, ખાલિદને મેજર કબીરે જ ટ્રેનિંગ આપી છે અને એકબીજાની તાકાત અને નબળાઇઓ સારી રીતે જાણે છે.
ખાદિલના પિતા એક આતંકવાદી હતા અને આજ કારણે કબીર તેણે પોતાની ટીમમાં લેતા પહેલા ઘણી વખત વિચાર્યુ હતુ. જોકે ખાદિલ કબીરનો વિશ્વાસ જીતવા માટે સફળ થાય છે અને કબીરની ટીમમાં જગ્યા બનાવી લે છે. હવે જ્યારે ખાદિલની પાસે કબીરને જાનની મારવાના ઑડર્સ છે, ત્યારે સવાલ થતો રહે છે કે, દેશ માટે જીવ પણ આપનારો કબીર અચાનકથી કેમ બાગી થઇ ગયો.
કબીર કયા કારણોથી બાગી થયો? કેમ અચાનકથી દેશનો દુશ્મન બની જાય છે? શું ટાઇગર શ્રોફ કે રિતિક કોણ જીતશે વૉર? આ માટે તમારે ફિલ્મ જોવી પડશે.
એક્ટિંગ:
રિતિક રોશન વિલન તરીકે ટોપ ફોર્મમાં છે, ટાઇગર પણ તેના સીનિયર એક્ટરને બરાબર ટક્કર આપે છે. એક્શનમાં બંને હીરો એટલા સારા છે કે, તેમના પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ જાય છે. માત્ર ફાઇટમાં જ નહી પરંતુ ડાન્સમાં પણ એકબીજાને ટક્કર આપે છે. વાણી કપૂરનો રોલ ઘણો નાનો છે અને તેમાં ફિલ્મનો ગ્લેમર ક્વોશન્ય વધારવા સિવાય ખાસ કશું કરતી નથી. આશુતોષ રાણાનો નાનો પણ મજબૂત રોલ કર્યો છે.
મ્યૂઝિક:
ફિલ્મમાં માત્ર 2 ગીત હોય છે, જે સારા છે વિશાલ-શેખરના જય જય શિવ શંકરના કમાલ કરી દીધુ છે અને બાકી ખેલ કેમેરા વર્ક અને રિતિક-ટાઇગરના ડાન્સ મૂવ્સે દિલ જીતી લીધુ. ડેનિયલ બી જોર્જે આપેલો બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર છે.
ફિલ્મ જોવી કે નહી:
ધૂમ 2 પછી હ્રિતિક અને બાગી 2 પછી ટાઈગરને આ રૂપમાં જોવો ચાહકો જરૂર ગમશે. આ ફિલ્મને હાઇ પ્રોફાઇલ બેંગ બેંગ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ ફિલ્મ ચોક્કસથી એક વખત જરૂરથી જોવી.