બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / મનોરંજન / Movie Review / movie review of chhichhore starrer sushant and Shraddha

મૂવી રિવ્યૂ / સુશાંત-શ્રદ્ઘાની ફિલ્મ 'છિછોરે' કેવી છે? એક ક્લિક કરીને જાણો

Juhi

Last Updated: 05:27 PM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોમાન્સ કોમેડી ફિલ્મનો મુખ્ય હેતુ એન્ટરટેનમેન્ટ પીરસવાનો હોય છે, પરંતુ જો ફિલ્મ એન્ટરટેનમેન્ટ આપવાની સાથે મેસેજ આપે તો મજા બમણી થઇ જાય.

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'છિછોરે' પણ આવી જ એક ફિલ્મ છે. ફિલ્મને જોઇને દરેક વ્યકિતને પોતાની કોઇને કોઇ જૂની વાત તો ચોક્કસથી કનેક્ટ થશે. નિતેશ તિવારીની વાત કરવામાં આવે તો તેમણે આ ફિલ્મ પહેલા ‘દંગલ’, ‘ચિલ્લર પાર્ટી’ તથા ‘ભૂતનાથ રિટર્ન્સ’ જેવી ફિલ્મ્સ બનાવી છે.

 

સ્ટોરી:

અનિરુદ્ઘ (સુશાંત સિંહ રાજપૂત) અને દિકરો (મોહમ્મદ સમદ) અભ્યાસમાં હોશિયાર અને મહેનતી છે અને એન્ટ્રેન્સ એક્ઝામમાં સિલેક્ટ થવાના પ્રેશરમાંથી પસાર થઇ રહ્યો છે. માયા (શ્રદ્ઘા કપૂર) સાથે ડિવોર્સ પછી અનિરુદ્ઘ સિંગલ પેરેન્ટ છે. એન્ટ્રેન્સ એક્ઝામમાં જ્યારે રાધવનું સિલેક્શન નથી થતું તો નિરાશ થઇને બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. આત્મહત્યા પ્રયાસમાં તેના મગજ પર ગંભીર રીતે ઇજા થાય છે. અનિરુદ્ઘ જ્યારે દિકરાની આવી સ્થિતિ જુએ ત્યારે હોસ્ટેલના જૂના દિવસો યાદ આવી જાય છે. 

હોસ્ટેલમાં માયાના પ્રેમની સાથે તેને સેક્સા (વરુણ શર્મા), ડેરેક (તાહિર રાજ ભસીન), એસિડ (નવીન પોલીશેટ્ટી), બેવડા (સહર્ષ શુક્લા), ક્રિસ ક્રોસ (રોહિત ચૌહાણ), મમ્મી (તુષાર પાંડે) જેવા દોસ્તો મળે છે. બેભાન સ્થિતિમાં રાઘવની બોડી અનિરુદ્ઘની યાદો સાથે રિસપોન્ડ કરવા લાગે છે. અનિરુદ્ઘ પોતાના જૂના મિત્રોને ભેગા કરે છે અને રાઘવને જણાવે છે કેવી રીતે તેમણે હોસ્ટેલમાં જિંદગી વીતાવી.શું રાઘવ બચી જશે, આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

હોસ્ટેલ લાઇફમાં બનેલી મિત્રતા કેટલી ગાઢ હોય છે, તે બતાવવામાં નિતેશ તિવારીએ સ્ટાર્સ પાસેથી સારુ કામ લીધુ છે. 90ના દાયકામાં લૂઝ જીન્સ, કેસિયો ઘડિયાળ, રેનોલ્ડ્સ પેન, પ્લેબોય મેગેઝિન જેવી નાની નાની ડિટેલિંગ ફિલ્મમાં જોવા મળી રહી છે. નિતેશે વર્તમાન અને ફ્લેશબેકના દ્રશ્યો વચ્ચે સારી રીતે તાલમેલ બેસાડ્યો છે. ફિલ્મમાં બોય્ઝ હોસ્ટેલમાં બેચરલ છોકરાઓની કોમેડી, રોમાન્સ અને રાઇવલરી ઓડિયન્સને એન્ટરટેન કરે છે. ફિલ્મમાં ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોની ઝલક જોવા મળે છે.

એક્ટિંગ:

એક્ટિંગની જો વાત કરવામાં આવે તો સુશાંત સિંહ રાજપૂતે યુવાનની સાથે આધેડ અનિરુદ્ઘનું કેરેક્ટર સારી રીતે પ્લે કર્યુ છે. શ્રદ્ઘા કપૂરે પણ પોતાના કેરેક્ટરને જસ્ટિસ આપ્યુ છે. સેક્સાના કેરેક્ટરમાં રહેલા વરૂણ શર્માએ ઓડિયન્સને હસાવ્યા છે. ડેરેકના રોલમાં તાહિર રાજ ભસીનનું કામ દમદાર છે. તો એસિડ, બેવડા, ક્રિસ ક્રોસ,મમ્મીના કેરેક્ટરોએ સ્ટોરીમાં જીવ રેડ્યો છે. પ્રતિક બબ્બરે પણ સારુ કામ કર્યુ છે. જ્યારે ફિલ્મનું મ્યૂઝિક પણ એવરેજ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Chhichhore Entertainment movie review Movie Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ