બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Movie Review / Movie Review of Akshay, Riteish and Kriti starrer Housefull 4
રિવ્યૂ:
ADVERTISEMENT
હાઉસફૂલની સીરિઝની ફિલ્મ જોવા જતા હોવ તો દિમાગ ઘરે જ મૂકીને જવુ પડશે. 'હાઉસફૂલ 4' આમાં જરાય અપવાદ નથી. આમાં 15મી સદીની અને આધુનિક સમયની એક 2 વાર્તા મિક્સ કરવામાં આવી છે. હેરી (અક્ષય કુમાર) લંડનમાં હેર ડ્રેસર છે. તેની યાદશક્તિ અનેક વાર જતી રહે છે. અને તે ભૂતકાળમાં પહોંચી જાય છે. મેક્સ (બોબી દેઓલ) અને રોય (રિતેશ દેશમુખ) તેના ભાઇ છે. ક્રિતિ, નેહા અને પૂજા (ક્રિતિ સેનન, ક્રિતિ ખરબંદા, પૂજા હેગડે)ને પરણવાનો વિચાર કરતા હોય છે. 3 અબજોપતિ ઠકરાલ (રણજીત)ની દિકરી છે. આમ કરવાથી તે ડોન માઇકલને તેમણે ખોઇ નાંખેલા રૂપિયા ચૂકવી શકાશે. . તે મેરેજનું ડેસ્ટિનેશન શોધતા શોધતા ભારતના સિતમગઢમાં આવે છે. અહીં હેરીની મુલાકાત તેના પૂર્વ જન્મના મિત્ર આખરી પાસ્તા (ચંકી પાંડે) સાથે થાય છે અને તેને ભૂતકાળ યાદ આવી જાય છે.
ADVERTISEMENT
ભૂતકાળમાં તેને યાદ આવે છે કે રાજકુમાર બાલા દેવ સિંહ (અક્ષય કુમાર) અને રાજકુમારી મધુ (ક્રિતિ સેનન), બાંગડુ મહારાજ (રિતેશ દેશમુખ) અને રાજકુમારી માલા (પૂજા હેગડે) અને અંગરક્ષક ધરમપુત્ર (બોબી દેઓલ) અને રાજકુમારી મીના (ક્રિતી ખરબંદા)ની હત્યા કરી દેવામાં આવી છે. આની તેમની મનોકામના અધૂરી રહી ગઇ છે. બાલા જે શેતાના કા સાલા તરીકે ઓળખાય છે. તે માલાને પરણવા માટે જાળ બિછાવે છે જેનાથી તે સિતમગઢનો રાજા બની શકે.
ADVERTISEMENT
હવે ગરબડ એ છે કે 2019માં કપલ મિક્સ અપ થઈ ગયા છે. બાલા નક્કી કરે છે કે જોડી બરાબર જ બનવી જોઇએ જેથી કોઇ ભૂતપૂર્વ જન્મના દિયર-ભાભી સાથે લગ્ન ન કરે. આ હાઉસફૂલનો મેઈન પ્લોટ છે. જોડીઓ સરખી કરવામાં મૂંઝવણો ઉભી થાય છે, જોકે હવે છેલ્લે શું થાય છે તેના માટે ફિલ્મ જોવી પડશે.
ADVERTISEMENT
એક્ટિંગ:
એક્ટિંગની વાત કરવામાં આવે તો ક્રિતિ સેનનનો સૌથી લાંબો રોલ છે, જેણે તે જસ્ટિસ આપે છે. ક્રિતી ખરબંદા અને પૂજા હેગડેના ભાગે કંઇ ખાસ આવ્યુ નથી. ફિલ્મમાં એક્ટ્રેસ માત્ર ગ્લેમરસ ફેક્ટર એડ કરે છે. રિતેશ દેશમુખ અમુક અમુક જગ્યાએ દર્શકોને હસાવવામાં સફળ જાય છે. મનોજ પાહવા, નવાઝુદ્દીન સિદ્દીકી, રાણા દગ્ગુબાટી અને જ્હોની લીવર ફિલ્મમાં સાવ વેડફાઇ ગયા છે. અર્ચના પુરણ સિંહ ઘણીવાર ફોટામાં જોવા મળી જાય છે. જોકે આખી ફિલ્મ અક્ષય કુમારના માથે જ છે. કોમેડી ટાઇમિંગને કારણે અક્ષય કુમારનું કામ વખાણવાલાયક છે.
ADVERTISEMENT
ફિલ્મ જોવી કે નહી:
હાઉસફૂલ જોવા જવું હોય તો દિમાગ ઘરે મૂકીને જ જજો. જો તમને હાઉસફૂલ ટાઈપની ફિલ્મો ગમતી હોય તો કદાચ તમને આ ફિલ્મ ગમશે. પરંતુ જો ન ગમતી હોય તો ફિલ્મની ટિકિટ બુક કરાવતા પહેલા 100 વખત વિચારજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.