બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / movie 'Adipurush' new song Jai Shri Ram released, people are mesmerized by listening to the lyrics

મનોરંજન / 'જય શ્રી રામ.. જય શ્રી રામ' ફિલ્મ 'આદિપુરુષ'નું નવું ગીત થયું રિલીઝ, લિરિક્સ સાંભળીને લોકો થયા મંત્રમુગ્ધ

Megha

Last Updated: 04:03 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પહેલા આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ થયું હતું જેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. એવામાં હવે મેકર્સે ફિલ્મનું નવું ગીત 'જય શ્રી રામ' બહાર પાડ્યું છે.

  • આદિપુરુષ ફિલ્મનું નવું ગીત 'જય શ્રી રામ' બહાર પડ્યું
  • થોડા જ દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે
  • શાનદાર સ્ટારકાસ્ટ અને જબરદસ્ત VFXનો ઉપયોગ કરવામાં આવ્યો

પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહ્યાં છે સૈફ અલી ખાન અનેક વિવાદોનો સામનો કરેલ આ ફિલ્મ રિલીઝ થવાની માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ થયું હતું જેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. એવામાં હવે મેકર્સે ફિલ્મનું નવું ગીત 'જય શ્રી રામ' બહાર પાડ્યું છે. આ ગીતને હિંદી અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. 

તે થોડા જ દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ મોટા બજેટની ફિલ્મમાં શાનદાર સ્ટારકાસ્ટ ઉપરાંત જબરદસ્ત VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ 16 જૂન 2023નાં રોજ તમામ થિયેટર્સમાં રિલીઝ થશે.

ફિલ્મમાં પ્રભાસનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે અને કૃતિનું પાત્ર સીતા માતા પર આધારિત છે. સાથે જ ફિલ્મમાં સન્ની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે. જણાવી દઈએ કે 'આદિપુરુષ' 3Dમાં બની રહી છે અને હાલ ફિલ્મ મેકર્સ VFX, સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સૌથી પહેલા ઓગસ્ટ 2022 માં રિલીઝ કરવાના લક્ષ્ય હતો પણ ફિલ્મ સતત સ્થગિત થતી રહી એવામાં 2022માં દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર ટ્રેલર શેર કરવામાં આવ્યું હતું પણ લોકોને ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટનું કામ પસંદ આવ્યું નહતું અને લોકો કાર્ટૂન સાથે સરખામણી કરીને ટ્રોલ કરી રહ્યા હતા. એ સમયે ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી હતી પણ ટીઝરને નબળો પ્રતિસાદ મળ્યા બાદ મેકર્સે ફરી એકવાર ફિલ્મ મોકૂફ રાખી છે. 

'આદિપુરુષ'ની રિલીઝ ડેટ હવે 16 જૂન કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ પર કામ કરવા માટે જનતાને વધુ 6 મહિનાનો સમય માંગ્યા પછી મેકર્સ શું ફેરફાર કર્યા છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ