બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / most wicket in asia cup top 5 batsmen and bowlers ravindra jadeja rohit sharma stats records

ક્રિકેટ / એશિયા કપમાં આ 5 ખેલાડી બની રહ્યા છે રન મિશન, રવિન્દ્ર જાડેજા ટોપ 5 બોલર્સમાં સામેલ, જુઓ આખું લિસ્ટ

Manisha Jogi

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધીમાં 15 વાર એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. ટોપ પ્લેયર્સના આંકડા જાણીને તમે ચોંકી જશો. એશિયા કપના ટોપ 5 બેટ્સમેન અને ટોપ 5 બોલરના આંકડા વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • અત્યાર સુધીમાં 15 વાર એશિયા કપનું આયોજન
  • જાણો એશિયા કપના ટોપ 5 બેટ્સમેનનો રેકોર્ડ
  • આ ખેલાડી થઈ શકે છે ટોપ 5માં શામેલ

અત્યાર સુધીમાં 15 વાર એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. વન ડે ફોર્મેટમાં 13 એશિયા કપ યોજાયો છે. આ 13 સીઝનમાં અનેક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોપ પ્લેયર્સના આંકડા જાણીને તમે ચોંકી જશો. એશિયા કપના ટોપ 5 બેટ્સમેન અને ટોપ 5 બોલરના આંકડા વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઓશિયા કપના ટોપ 5 બેટ્સમેનમાં જયસૂર્યાનું શાનદાર પ્રદર્શન
એશિયા કપમાં સૌથી વધુ રન ફટકારવાના લિસ્ટમાં બે ભારતીય, બે શ્રીલંકન અને પાકિસ્તાની શામેલ છે. આ ટુર્નામેન્ટમાં સનથ જયસૂર્યાએ સૌથી વધુ રન ફટકાર્યા છે. જયસૂર્યાએ 1990થી 2008 સુધીમાં 1,220 રન કર્યા છે. 25 મેચમાં 53.04ની એવરેજ અને 102.52ના સ્ટ્રાઈક રેટથી 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. 

જયસૂર્યા પછી કુમાર સંગકારા છે. સંગકારાએ 2004થી 2014 સુધીમાં 24 મેચમાં 48.86ની એવરેજથી 1,075 રન કર્યા છે, જેમાં 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે. ત્યારપછી સચિન તેંડુલકરનું નામ આવે છે. સચિને 1990થી 2012 સુધીમાં 23 મેચમાં 51.10ની એવરેજથી 971 રન કર્યા છે, જેમાં 2 સદી અને 7 અડધી સદી ફટકારી છે.

આ લિસ્ટમાં એકમાત્ર પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક ચોથા નંબર પર છે. શોએબે 2000થી 2018 સુધીમાં 786 રન કર્યા છે, જેમાં 3 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ લિસ્ટમાં પાંચમાં નંબર રોહિત શર્મા છે અને તેઓ હજુ પણ વન ડે ક્રિકેટ રમી રહ્યા છે. રોહિતે 22 મેચમાં 45.56ની એવરેજથી 745 રન કર્યા છે, જેમાં 1 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

એશિયા કપના ટોપ બેટ્સમેન
એશિયા કપમાં ટોપ 5 બોલરમાંથી એક પણ બોલર હાલ એક્ટીવ નથી. ટોપ 5 બોલરમાંથી 4 બોલર શ્રીલંકન છે. સૌથી પહેલા નંબરે મુથૈયા મુરલીધન છે. મુરલીધરને વર્ષ 1995થી 2010 સુધીમાં 24 મેચમાં 30 વિકેટ લીધી છે અને 3.75 ઈકોનોમી રહી છે. 

બીજા નંબરે લસિથ મલિંગા છે. મલિંગાએ વર્ષ 2004થી 2018 સુધીમાં 14 મેચમાં 29 વિકેટ લીધી છે. ત્રીજા નંબરે અજંતા મેંડિસ છે. અજંતા મેંડિસે વર્ષ 2008થી 2014 સુધીમાં 8 મેચમાં 26 વિકેટ લીધી છે. ચોથા નંબરે પાકિસ્તાનના સઈદ અઝમલ છે. સઈદ અઝમલે વર્ષ 2008થી 2014 સુધીમાં 12 મેચમાં 25 વિકેટ લીધી છે. પાંચમાં નંબરે શ્રીલંકાના ચમિંડા વાસ છે, તેમણે વર્ષ 1995થી 2008 સુધીમાં 19 મેચમાં 23 વિકેટ લીધી છે. 

રવિન્દ્ર જાડેજા ટોપ બોલરના લિસ્ટમાં આવી છે
આ લિસ્ટમાં આઠમા નંબર પર ભારતના ઈરફાન પઠાન છે. જેમણે 12 મેચમાં 22 વિકેટ લીધી છે. ઈરફાન પછી રવિન્દ્ર જાડેજા છે, તેમણે 14 મેચમાં 19 વિકેટ લીધી છે. 

T20 ફોર્મેટમાં એશિયા કપમાં ક્રિકેટરનો જલવો
T20 ફોર્મેટમાં એશિયા કપમાં ટોપ બેટ્સમેનના લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી પહેલા નંબરે આવે છે. વિરાટે  10 મેચમાં 85.80ની એવરેજથી 132ના સ્ટ્રાઈક રેટથી 429 રન ફટકાર્યા છે. આ લિસ્ટમાં વિરાટ પછી મોહમ્મદ રિજવાન અને રોહિત શર્મા છે. મોહમ્મદ રિજવાને 281 અને રોહિત શર્માએ 271 રન કર્યા છે. બોલરોમાં સૌથી વધુ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી છે. ભુવનેશ્વર કુમારે 6 મેચમાં 13 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યા પાંચમાં નંબરે છે, જેમણે 8 મેચમાં 11 વિકેટ લીધી છે. 

એશિયા કપ વન ડે ફોર્મેટ ટોપ 5 બેટ્સમેન

રેન્ક  પ્લેયર  મેચ રન એવરેજ સદી
1  સનથ જયસૂર્યા 25 1,220 5304 6
2 કુમાર સંગાકારા 24 1,075 48.86 4
3 સચિન તેંડુલકર  23 971 51.10 2
4 શોએબ મલિક 17 786 65.50 3
5 રોહિત શર્મા 22 745 46.56 1

એશિયા કપ વન ડે ફોર્મેટ ટોપ 5 બોલર

રેન્ક  પ્લેયર  મેચ વિકેટ  એવરેજ ઈકોનોમી
1 મુથૈયા મુરલીધરન 24 30 28.83 3.75
2 લસિથ મલિંગા 14 29 20.55 4.65
3 અજંથા મેન્ડિસ 8 26 10.42 3.98
4 સઈદ અજમલ 12 25 19.40 4.21
5 ચામિંડા વાસ  19 23 27.78 4.19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ