બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / More hard work, less fruit, digestion related problems will affect the house, Wednesday will be troublesome for the people of this zodiac sign, see today's horoscope

22 નવેમ્બર / મહેનત વધારે ફળ ઓછું, પાચન સંબંધી તકલીફ ઘર કરે, આ રાશિના જાતકોનો બુધવાર રહેશે તકલીફદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:13 AM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
22 11 2023 બુધવાર
માસ કારતક
પક્ષ શુક્લ 
તિથિ દશમ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ હર્ષણ
કરણ તૈતિલ બપોરે 12:06 પછી ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) બપોરે 12:57 પછી મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે.  સરકારી કામમાં અનુકૂળતા રહેશે.  ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સંબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં લાભ થશે. સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામમાં સફળતા મળશે.  વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.  કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.  આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે. 

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે.  પદોન્નતિ માટે નવી તકો મળશે.  પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મૂંઝવણો દૂર થશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે. 

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Bhavishya Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ