બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Morari Bapu argument regarding heart attack

ભાવનગર / હાર્ટએટેક અંગે મોરારિ બાપુનો તર્ક: ભજન-કીર્તનમાં તાળીઓ પાડવાથી બંધ થયેલી નસ ખૂલી જશે, આપ્યો જૂનો દાખલો

Vishal Khamar

Last Updated: 07:28 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધી રહેલ હાર્ટએટેકનાં કેસોને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો છે. મોરારી બાપુએ યુવાનોનો તાળીઓ પાડવાની સલાહ આપી છે. તાળીઓ પાડવાનાં કારણે જૂના જમાનામાં હાર્ટ એટેક આવતા ન હતા.

  • હાર્ટએટેક અંગે મોરારિ બાપુનો તર્ક
  • તાળીઓ પાડવાની મોરારિ બાપુની સલાહ
  • તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ! 

રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે. 

શું કહ્યું ડો.ચિરાગ દોશીએ ? 
હાર્ટએટેકને લઈ શનિવારે યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે વાત કરવાની છે. યુવાન લોકોમાં હ્રદય રોગ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. જેથી અમે ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. અચાનક મૃત્યુ થવું તેને સડન ડેથ કહીએ છીએ. હ્રદય થી સંબંધિતને કાર્ડિયાક અરેસ્ટ કેહવાય છે. યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. 

જાણો કેમ આવે છે હાર્ટઍટેક ? 
શનિવારે ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, હ્રદયને ચલાવવા માટે ધમનીઓ હોય છે, ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, મગજનો પણ એટેક આવી શકે છે. વધારે શ્રમ કરવાને કારણે હાર્ટ બીટ વધી જતી હોય છે, હાર્ટ રેટ 180 થઈ જાય તો વધુ લોહી જમાં થવા લાગે છે. આ સાથે જો વધુ લોહી જમા થવાને કારણે માનવીનું મૃત્યુ ઈલાજ ન મળવાને કારણે થતું હોય છે-. મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે, મુખ્ય નળીમાં તકલીફ થાય તો પણ મૃત્યુ થતું હોય છ. લોહીની ગાંઠ અને ફેફસામાં લોહી ન પહોંચે તો પણ મૃત્યુ થઈ શકે છે. 

હાર્ટઍટેક જવાબદાર કારણો
શનિવારે ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, આ રોગ પરિવારમાં ચાલતો રોગ છે. 55 વર્ષ પેહલા જો આ રોગ કોઈને આવ્યો હોય તો આ રોગ થઈ શકે છે. લાઇફ સ્ટાઇલ પણ એટલી જ જવાબદાર કારણ છે. હાર્ટઍટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણછે. હોસ્પિટલ આવતા દર્દીઓમાંથી 30% દર્દીઓ બ્લડ પ્રેશરના હોય છે. સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર છે. જંક ફૂડ પણ હ્રદય રોગ માટે જવાબદાર છે. બટર, ચીઝ, ઓઇલનું વગેરે પ્રમાણ હાર્ટઍટેક માટે જવાબદાર હોય છે. ઈન એક્ટિવ લાઇફ, 30% થી 35% લોકો ફિઝિકલ એક્ટિવ નથી. આ સાથે તેમણે કહ્યું કે, સામાન્ય પણે 10 થી 11 કિમી દિવસ દરમિયાન ચાલવું જોઈએ. તો સ્પર્ધાત્મક નોકરીઓમાં જવાબદારીઓથી વધતો સ્ટ્રેસ પણ હાર્ટઍટેક માટે જવાબદાર હોવાનું ડો.ચિરાગ દોશીએ કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ