બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohsin khan IPL Life Story lsg fast bowler mohsin khan says my father was in icu

IPL 2023 / 'મારા પપ્પા ICUમાં અને હું...': એક વર્ષ બાદ મેદાન પર ઉતર્યો અને આખી મેચ પલટી નાંખી, બોલરનું છલકાયું દર્દ

Arohi

Last Updated: 01:11 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohsin Khan IPL Life: જીવનમાં તમામ દુઃખ આવે છે પરંતુ સંકટ કાળમાં તમે કેવું પ્રદર્શન કરો છો એ વાત તમને મોટા બનાવે છે. લખનૌઉને મુંબઈના સામે જીતમાં મુખ્ય ભુમિકા નિભાવનાર અને મેચ પલટાવનાર મોહસિનના પિતા 10 દિવસ સુધી ICUમાં રહ્યા. પરંતુ જે પ્રદર્શન તેમણે 16 મેએ કર્યું તેને ક્રિકેટ ફેન્સ આખુ વર્ષ યાદ રાખશે.

  • 'મારા પપ્પા ICUમાં અને હું...'
  • એક વર્ષ બાદ પરત ફરેલા ખેલાડીનું શાનદાર પ્રદર્શન 
  • ખેલાડીના પ્રદર્શનને યાદ રાખશે ક્રિકેટ ફેન્સ

Mohsin Khan LSG: IPL 2023માં ફક્ત એક ઓવરમાં લખનૌઉ સુપર જાયન્ટ્સથી જીતેલી મેચ હારનાર મુંબઈ ઈન્ડિયન્સ આ પલ વિશે હજુ પણ વિચારી રહ્યા હશે આખરે કેમ અને કેવી રીતે છેલ્લી ઓવરમાં 11 રન ન બની શક્યા. હકીકતે મુંબઈની જીતમાં લખનૌઉના એક બોલર સૌથી મોટી અડચણ બની ગયો. આ બોલર લખનૌઉ સુપર જાયન્ટ્સના મોહસિન ખાન રહ્યા. 

મુંબઈને જીત માટે જોયતા હતા 11 રન 
છોલ્લી ઓવરમાં મુંબઈને જીત માટે 11 રન જોઈતા હતા. ક્રીઝ પર કેમેરા ગ્રીન અને ટીમ ડેવિડ હતા. ટિમ ડેવિડ કેવી રીતે છેલ્લી ઓવર્સમાં મેચ પલટે છે આ સ્ટોરી આઈપીએલ ફેન્સને જણાવવાની જરૂર નથી. પરંતુ ટીમ ડેવિડ અને કેમરૂન ગ્રીન મોહસિનની સામે સરેન્ડર કરી બેઠા. પરિણામે લખનૌઉને આ મેચમાં 5 રનોથી જીત મળી. લખનૌઉની આઈપીએલ 2023 પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાઓ જીવંત છે.

વાત કરીએ મોહસિન ખાનની જેમણે આ મેચમાં છેલ્લી ઓવર નાખી. તેમણે 3 ઓવર્સમાં 26 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી. મોહસિન ખાન પણ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં રહી ચુક્યા છે. મોહસિને મેચ બાદ ખૂબ ઈમોશનલ વાત શેર કરી અને મુંબઈના સામે જીત પોતાના પિતાને સમર્પિત કરી. મોહસિના પિતા 16 મેએ થયેલી મેચ પહેલા સુધી હોસ્પિટલના ICUમાં ભરતી હતી. 

મોહસિને ભાવુક સ્વરમાં કહ્યું- મારા પિતા આઈસીયુમાં હતા અને હું તેમના માટે રમી રહ્યો હતો. તે કાલે જ ડિસ્ચાર્જ થયા છે. તે જરૂર ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. હું ફક્ત તેમના માટે રમી રહ્યો હતો. તે છેલ્લા 10 દિવસોથી આઈસીયુમાં હતા. તે મારા પ્રદર્શનથી જરૂર ખુશ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ