બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Siraj Feeling 'Like a Dream' After Record-breaking 6 Wickets vs Sri Lanka

એશિયા કપ ફાઈનલ / શ્રીલંકાના 6 મોટા ખેલાડીઓને કેવી રીતે કર્યાં આઉટ? સિરાજે ખોલી દીધું રહસ્ય

Hiralal

Last Updated: 08:51 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં 6 વિકેટ કેવી રીતે ઝડપી, શું હતું તેનું રહસ્ય? તેને લઈને ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોટો ખુલાસો કર્યો છે.

  • એશિયા કપમાં મોહમ્મદ સિરાજે ઝડપી 6 વિકેટ
  • ધડાધડ વિકેટ ઝડપવા પર બોલ્યો સિરાજ
  • બોલને થોડો ઉપર ફેંક્યો એટલે સફળતા મળી 
  • 4 વિકેટ માટે કોઈ કોશિશ નહોતી કરી 

હૈદરાબાદના બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક બોલિંગ કરીને મહેફિલ લૂંટી લીધી હોય તેવું લાગી રહ્યું છે. સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે એટલી ઘાતક બોલિંગ કરી હતી કે શ્રીલંકાના બેટ્સમેનોને ક્રિઝ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડી હતી. શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. સિરાજ તેની ટીમને એશિયા કપનો ખિતાબ અપાવવા માટે બેતાબ દેખાઈ રહ્યો હતો. આખરે તેણે આ સપનું પૂરું કર્યું. 

સિરાજે ખુદ કહ્યું- 4 વિકેટ માટે કોઈ કોશિશ નહોતી કરી 
શ્રીલંકાના 6 મોટા ખેલાડીઓને આઉટ કરવા પર બોલતાં સિરાજે કહ્યું કે આ એક સ્વપ્ન જેવું લાગે છે. અહેસાસ થયો કે ભાગ્યમાં જે હોય છે તે જ મળે છે. 
છેલ્લી વખત મેં ત્રિવેન્દ્રમમાં શ્રીલંકા સામે પણ આવું જ કર્યું હતું. આજે મને 4 વિકેટ વહેલી મળી હતી. પરંતુ હું કહીશ કે મેં આજે વધારાનો કોઈ પ્રયાસ કર્યો નથી. હું હંમેશાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં સ્વિંગની શોધમાં રહ્યો છું. અગાઉની મેચોમાં મને ખાસ સફળતા મળી ન હતી, પરંતુ આજે તે સ્વિંગ થઈ રહી હતી. આઉટસ્વિંગર કરતાં મને વધુ વિકેટ મળી હતી.

બોલને થોડો ઉપર ફેંક્યો એટલે સફળતા મળી 
મેચ બાદ સિરાજે કહ્યું- મારે સાચી જગ્યાએ હીટ કરવાનો હતો. આ વિકેટ બે મેચ માટે સીમ થઈ રહી હતી, પરંતુ આજે અહીં સ્વિંગ થયો હતો. મેં બોલને થોડો ઉપર ફેંકવાનો વિચાર કર્યો તેથી જ મને સફળતા મળી. પિચ પર સ્વિંગ ખૂબ જ સારી રીતે ચાલ્યો હતો. સિરાજે પંડ્યા અને બુમરાહના સમર્થનની વાત કરી હતી. તેણે ફોલો-થ્રુથી બોલની પાછળ દોડવાનું કારણ પણ જણાવ્યું હતું. "મેં વિચાર્યું કે જો ટીમ માટે એક કે બે રન બાકી હોય તો તે વધુ સારું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ