બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / modi surname defamation case rahul gandhi filed answer in suprem court

મોદી માનહાની કેસ / રાહુલ અડગ, મોદી સરનેમ કેસમાં માફી માગવાની ધરાર ના, સુપ્રીમને આપ્યું આવું કારણ

Hiralal

Last Updated: 06:52 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને માફી માગવાનો ઈન્કાર કરી દીધો છે. રાહુલે માફી ન માગવાનું કારણ પણ આપ્યું છે.

  • મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીનો માફી માગવાનો ઈન્કાર
  • સુપ્રીમમાં દાખલ કરેલી એફિડેવિટમાં કર્યો દાવો
  • પ્રથમ દ્રષ્ટિએ માનહાનીનો કેસ બનતો નથી 
  • રાહુલે સજાના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે 

મોદી સરનેમ માનહાની કેસમાં દોષી ઠરીને 2 વર્ષની સજા મેળવનાર રાહુલ ગાંધીએ આ કેસમાં માફી માગવાનો ઈન્કાર કરી દીધો છે. હકીકતમાં રાહુલ ગાંધીએ તેમની 2 વર્ષની સજાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે અને સુપ્રીમ ચુકાદા પહેલા રાહુાલ ગાંધીએ એક એફિડિવેટે દાખલ કરીને આ કેસમાં માફી ન માગવાની ઘસીને ના પાડી દીધી છે. માફી ન માગવા પાછળનું કારણ કહેતા રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી કારણ કે પ્રથમ દ્રષ્ટિએ મારી સામે માનહાનીનો કોઈ કેસ બનતો નથી. 

રાહુલે સુપ્રીમમાં દાખલ કરી એફિડેવિટ 
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામેનો કેસ અપવાદ છે, જેને ધ્યાનમાં રાખીને સજા પર રોક લગાવવી જોઈએ. રાહુલ ગાંધીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા 2019ના માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?
રાહુલે પોતાની એફિડેવિટમાં કહ્યું કે "પૂર્ણેશ મોદીએ મારી સામે 'ઘમંડી' શબ્દનો ઉપયોગ ફક્ત એટલા માટે કર્યો હતો કારણ કે તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને આ મામલો કોર્ટ પર છોડી દીધો હતો. માફી માંગવાથી આ કેસમાં ચાલી રહેલી સુનાવણીની દિશા બદલાઈ શકે છે. ઉપરાંત ફોજદારી પ્રક્રિયા અને આરપી એક્ટ હેઠળ તેના પરિણામોનો ઉપયોગ કરવો એ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ ભૂલ વગર માફી માંગવાની ફરજ પાડી શકાય નહીં. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુનાહિત પ્રક્રિયાની સાથે ન્યાયિક પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. 

4 ઓગસ્ટે સુપ્રીમનો આવશે ચુકાદો
સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. રાહુલ ગાંધીએ તેમની સજાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે. ચુકાદા પહેલા રાહુલ ગાંધી પાસે માફી માગીને છૂટવાની તક હતી પરંતુ હવે રાહુલનું શું થશે તે 4 ઓગસ્ટે ખબર પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ