મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મળશે મફત વીજળી, બસ કરવું પડશે આ એક કામ

By : krupamehta 02:17 PM, 25 June 2018 | Updated : 02:17 PM, 25 June 2018
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની એક એવી સ્કીમ છે, જેમાં તમે માત્ર 70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકો છો. દર  મહિને તમને વીજળીનું ભારે બિલના ટેન્શનને ખતમ કરવા માટે એક સારી ઓફર છે. વાસ્તવમાં સોલર પ્લાન્ટ લગાવનારોઓને  કેંદ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર 1 લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે. 

એક સોલર પેનલની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. રાજ્યોના અનુસાર આ ખર્ચ અલગ અલગ હોય છે. સબિસિડી બાદ એક કિલોવોટના સોલર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ગમે ત્યાં ઇન્ટોલ કરી શકાય છે. તો બીજી તરફ કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે.     

ક્યાંથી ખરીદશો સોલર પેનલ
સોલર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો. 
રાજ્યોના મુખ્ય શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે.
દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સ પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ છે.
ઓથોરિટી પાસેથી લોન લેવા માટે પહેલાં સંપર્ક કરવો પડશે. 
સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલય પાસેથી મળશે.

25 વર્ષની હોય છે સોલર પેનલની ઉંમર
સોલર પેનલની ઉંમર 25 વર્ષની હોય છે. આ વિજળી તમને સૌર ઉર્જા દ્વારા મળશે. તેની પેનલ પણ તમારા ધાબા પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી રહેશે. 

500 વોટ સુધી સોલર પેનલ મળશે
સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર 500 વોલ્ટ સુધીની ક્ષમતાના સોલર પાવર પેનલ લગાવી શકો છો. તેના હેઠળ 500 વોટના એવા દરેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

10 વર્ષે બદલવી પડશે બેટરી
સોલર પેનલમાં મેટનેંસ ખર્ચ આવતો નથી. પરંતુ દર 10 વર્ષે એક બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા આવે છે. આ સોલર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે. 

એરકંડીશનર પણ ચાલશે
એક કિલોવોટની ક્ષમતાના સોલર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી મળી જાય છે. જો એક એરકંડીશનર ચલાવવું હોય તો બે કિલોવોટ અને બે એરકંડીશનર ચલાવવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે.

બેંકમાંથી મળશે હોમ લોન
સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો એકસાથે 60 હજાર રૂપિયા નથી તો તમે કોઇપણ બેંકમાંથી હોમલોન લઇ શકો છો. નાણા મંત્રાલયે બધી બેંકોને હોમલોન આપવા માટે કહ્યું છે. અત્યાર સુધી બેંક સોલર પ્લાન્ટ માટે લોન આપતી ન હતી. 

વેચી પણ શકો છો એનર્જી
રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સોલાર એનર્જીને વેચવાની સુવિધા આપવામાં આવે છે. તેના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવેલી વધારાની વિજળીનો પાવર ગ્રિડ સાથે જોડીને વેચી પણ શકો છો. ઉત્તર પ્રદેશે સોલાર પાવરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ પેનલના ઉપયોગ પર વિજળીમાં છૂટ મળશે.  

કેવી રીતે કમાશો પૈસા
ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવીને વિજળી ઉત્પન્ન કરી શકાય છે. તેને વેચીને તમે પૈસા કમાઇ શકો છો. તેના માટે આ કામ કરવું પડશે...

લોકલ વિજ કંપનીઓ સાથે ટાઇઅપ કરીને વિજળી વેચી શકો છો. તેના માટે લોકલ વિજ કંપનીઓ પાસેથી તમારે લાઇસન્સ પણ લેવું પડશે. વિજ કંપનીઓ સાથે પાવર પરચેજ એગ્રીમેંટ કરવું પડશે. સોલાર પ્લાન્ટ લગાવવા માટે પ્રતિ કિલોવોટ ટોટલ રોકાણ 60 80 હજાર રૂપિયા થશે. પ્લાન્ટ લગાવીને વિજળી વેચતાં તમને પ્રતિ યૂનિટ 7.75 રૂપિયાના દરે પૈસા મળશે.
  Recent Story

Popular Story