Gujarat rain news : વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદ
વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદ
મગફળી સહિતના પાકને થશે ફાયદો
Gujarat rain news : રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેમાન બન્યા છે. વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, હજુ સુધી પુરતો વરસાદ વરસ્યો નથી પરંતુ અમી છાંટણા શરૂ થતાં ખેડૂતોએ વધુ વરસાદની મીટ માંડી છે
વડોદરામાં ધીમીધારે વરસાદ
વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, સમા, સાવલી રોડ અને હરણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
દાહોદમાં લાંબા સમય બાદ વરસાદ
દાહોદમાં લાંબા સમય બાદ મેઘ સવારી જોવા મળી છે. મકાઇ, ડાંગર જેવા ખરીફ પાકને પિયતની જરૂરિયાત વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
એક મહિનાના વિરામ બાદ વરસાદ
અરવલ્લીમાં એક મહિનાના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મેઘરજ, જીતપુર, ખાખરીયા, ઇસરી અને રેલ્લાવાડા, કડાણા, નીનકા, અંધારી, મુનપુર સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મકાઇ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યો છે. વરસાદી માહોલથીખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માલપુરના વાવડી, સાતરડા, અણીયોરકંપા,સહિત પંથકમાં વરસાદ વરસાદ ખેતી પાકને જીવન દાન મળ્યું છે.
કલ્યાપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
દ્વારકાના કલ્યાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ટંકારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાં પાણીની સપાટી 134 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134 મીટરે પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ છે. અત્રે જણાવી દઈએ કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની સરેરાશ આવક 70 હજાર 198 ક્યૂસેક થઈ છે. હાલ ડેમમાં 4150 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે.