બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Mocha will turn into severe cyclone today will have adverse effect on Gujarat, rain forecast in some states

BIG NEWS / આજે વિકરાળ રૂપ લેશે 'Mocha', ગુજરાત પર પડશે વિપરીત અસર, અમુક રાજ્યોમાં વરસાદની આગાહી

Megha

Last Updated: 11:41 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત 'મોચા' આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે એવામાં ગુજરાતમાં આ ચક્રવાતની અસર વિપરીત રહેશે તો તેની સામે દેશના આ રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા પણ છે.

  • ચક્રવાત 'મોચા' આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે
  • ગુજરાતમાં વિપરીત રહેશે ચક્રવાત 'મોચા'ની અસર 
  • આ રાજ્યોમાં વરસાદની શક્યતા 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'મોચા' ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જાણો આજે કેવું રહેશે હવામાન...

દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના
ચક્રવાત 'મોચા'ના ભણકારા વચ્ચે શુક્રવારે દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે અને વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં વિપરીત રહેશે ચક્રવાત 'મોચા'ની અસર 
ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ ચક્રવાત 'મોચા'ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે. 

આ રાજ્યોમાં વરસાદની શક્યતા 
અંદમાન અને નિકોબાર ટાપુઓ પર થોડો ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આજે અને આવતીકાલે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે. મોજા ઊંચા ઊછળી શકે છે અને પવનની ઝડપ લગભગ 70 થી 80 કિમી પ્રતિ કલાકથી 90કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે. દક્ષિણ કર્ણાટક, કેરળ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં બગડશે હાલત 
ઓડિશા અને પશ્ચિમ બંગાળનો ભારતીય દરિયાકિનારો આ ચક્રવાતથી સુરક્ષિત અંતરે હશે અને જમીન પર કોઈ નુકસાનકારક હવામાન પ્રવૃત્તિની અપેક્ષા નથી. જો કે, આ રાજ્યોના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. ભૂપ્રદેશ સાથે અથડાયા બાદ નબળું પડેલું વાવાઝોડું 14 અને 15 મે 2023ના રોજ ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ