બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / MLA Yogesh Patels statement has come out regarding the Vadodara tragedy

વડોદરા બોટ દુર્ઘટના / 'ચાપલુસી કરવામાં આવશે તો નહીં ચલાવાય, કોન્ટ્રકટ વખતે પણ મેં..', હરણી ટ્રેજેડીમાં ધારાસભ્યએ ઠાલવી હૈયાવરાળ

Kishor

Last Updated: 04:52 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ક્સુરવારને છોડવામાં આવશે તો નહી ચલાવી લેવાઈ.

  • હરણી તળાવ દુર્ઘટના મુદ્દે બોલ્યા ધારાસભ્ય યોગેશ પટેલ
  • આવા કિસ્સામાં જવાબદારો મોટાભાગે છટકી જાય છે:યોગેશ પટેલ
  • જે તે સમયે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે મે વિરોધ કર્યો હતો:યોગેશ પટેલ

વડોદરા દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવુ છે કે જવાબદારોએ ધ્યાન નથી આપ્યું તેના કારણે આ દુર્ઘટના બની છે. જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસની અંદર જ અહેવાલ આપવો પડશે. અમે પણ તંત્રની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યાં છીએ. સુરસાગરમાં આ પહેલા પણ બનાવ બન્યો હતો અને હવે આ બીજી દુર્ઘટના આ સુરસાગરમાં બની છે.

જવાબદારોએ ધ્યાન નથી આપ્યું એટલે ઘટના બની : યોગેશ પટેલ

ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે જ્યારે કોન્ટ્રકટ આપવામાં આવ્યો ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો. પણ ત્યારે કોઈએ અમારૂ સાંભળ્યું ન હતું અને આ બોટમાં તંત્રએ ક્ષમતા કરતા વધારે ન જ બેસાડવા જોઈએ. કારણ કે આવા કિસ્સામાં જવાબદારો મોટાભાગે છટકી જાય છે. પણ જો આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે.જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. અમે પણ આ ઘટના પર કડકાઈથી નજર રાખી રહ્યાં છીએ. આ ઘટનામાં જવાબદારોએ ધ્યાન નથી આપ્યું એટલે જે આજે અનેક માતા-પિતાને પોતાના વ્હાલસોયા ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 

12 માસૂમ અને 2 શિક્ષકોએ સહિત 14 લોકો કાળનો કોળિયો બની ગયા

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં એકી સાથે 12 માસૂમ અને 2 શિક્ષકોએ સહિત 14 લોકો કાળનો કોળિયો બની ગયા છે. દર્દદાક દ્રશ્યોને લઈ રાજ્ય આખું શોકમાં છે. ત્યારે 18 શખ્સો સામે પોલીસ ફરિયાદ બાદ ગુન્હો નોંધાયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304,308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

વડોદરાના હરણી તળાવમાં બનલી દુર્ઘટના મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યાં છે.  જો કે, આ બધાની વચ્ચે આ ઘટનાના પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે. હરણી લેક દુર્ઘટના પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલ જણાવ્યું છે કે, 'બોટ ચલાવનારા આસપાસના લારીગલ્લા વાળા હતા. પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલે કહ્યું કે,  દુર્ઘટના સમયે બોટ ચલાવનાર ભાગી ગયા હતાં. માત્ર 8 બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા.  વધુમાં કહ્યું કે, બચાવ કામગીરી માત્ર ટેમ્પો ડ્રાઈવરોએ જ કરી હતી અને સ્થિતિ એવી હતી કે અમને કોને બચાવવા તે સૂઝતુ ન હતું. બોટ ચલાવનારા વ્યક્તિઓને કોઈ જ અનુભવ ન હતો અને તળાવ પાસે સોસાયટીનો દરવાજો બંધ હોવાથી અમે મદદ ન કરી શક્ય. જો કે, આ સમય ટેમ્પાના ત્રણ ડ્રાઈવર બાળકોને બચાવવા કુદ્યા હતા.

બેદરકારીના કારણે દૂર્ઘટના
દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઇએ. જે અપાઇ ન હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે ઠાંસીઠાંસીને બેસાડી બોટિંગ કરાવાતાં આ દુર્ઘટના ઘટી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર ચાલતા તમામ એકમો, જગ્યાઓ કે સેવાઓમાં આચરાતી ઘોર બેદરકારીના કારણે વારંવાર મોટી હોનારતો બને છે. તેવામાં આવી ઘટનાઓ રોકવા માટે બિનીત  કોટીયા જેવા કોન્ટ્રાક્ટરોને આકરીમાં આકરી સજા થાય તેવી માગ ઉઠી રહી છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. 

વધુ વાંચો:'માત્ર 8 બાળકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હતા', જુઓ શું કહી રહ્યાં છે વડોદરા હરણી લેક દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી

વડોદરા હરણી દુર્ઘટનાના આ સવાલોના કોણ જવાબ આપશે?
બાળકોની જાનના દુશ્મન બનનારને ક્યારે સજા મળશે?
ખાણીપીણીના ધંધાવાળાને કેમ અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ?
અધિકારીઓને કેમ જવાબદાર બનાવવામાં ન આવ્યા?
નેતાઓએ તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?
કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો?
અધિકારી ફરિયાદી તો સુરક્ષાની જવાબદારી કોની?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ