ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : રાણીપના સુવર્ણ એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતા સગીર દીકરાએ આપઘાત કર્યો, જુઓ માતા શું બોલી "
Last Updated: 07:19 PM, 17 March 2026
ADVERTISEMENT
અમદાવાદમાં પતિ-પત્નીના અણબનાવની સજા સગીર દીકરાએ ભોગવી છે. રાણીપના સુવર્ણ એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતા સગીર દીકરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સગીરે પરિવારના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT

મૃતકે ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટમાં ગંભીર આક્ષેપ કર્યો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ પિતા, દાદા, દાદી અને ફોઈએ સગીરના જીવનને ઝેર કરી નાંખ્યાનો મૃતકની માતાએ દાવો કર્યો હતો. મૃતક આરવે 3 પાનાની સ્યુસાઈડ નોટમાં આરોપીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. માનસિક અને શારીરિક પીડા અસહ્ય બની જતા સગીરે જીવનને અલવિદા કહ્યું છે. પિતા સમીર બારોટ, દાદા કાંતિલાલ બારોટે ક્રૂરતાની હદ વટાવ્યાનો મૃતકની માતાએ આક્ષેપ કર્યો છે. દાદી રસીલા બારોટ અને ફોઈ અંજલી પણ મૃતક સગીરને ત્રાસ આપતી હતી.
ADVERTISEMENT
આરોપીઓને કડક સજા થાય તેવી મૃતકની માતાની માંગ
2023 માં પણ નરાધમ સમીર બારોટે સંતાનો અને માતા પર ચાકૂથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સમીર બારોટ નશો કરીને ઘરમાં છાશવારે ધમાલ મચાવતા હોવાનો પત્નીનો આરોપ છે. આરોપીઓને કડક સજા થાય તેવી મૃતકની માતાએ માંગ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં આ બે દિવસ ગાજવીજ-ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
પરિણીતાના પતિ સામે ગુનો દાખલ
ADVERTISEMENT
બીજો બનાવ ઉનાના દાંડી ગામે બનવા પામ્યો હતો. જ્યાં લગ્નના 22 દિવસમાં જ પરણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પ્રજ્ઞા નામની પરિણીતાએ ગશે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાના પતિ કમલેશ મજેઠીયા સામે ગુનો દાખલ કર્યો છે. પતિ માર મારતો હોવાથી પરણીતાએ આપઘાત કર્યો હોવાની પરણીતાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.