ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આ બે દિવસ ગાજવીજ-ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Last Updated: 05:29 PM, 17 March 2026
ADVERTISEMENT
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, હાલ સાયક્લોનિક સક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થવાના કારણે તા. 18 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 18 થી 19 માર્ચ દરમ્યાન ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT

આવતીકાલે તા. 18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, તેમજ કચ્છ જેવા જિલ્લાઓમાં પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

તા. 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

20 માર્ચને શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તેમજ દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC પ્રીમિયમ બસ સેવા શરૂ, ભાડુ ખાલી આટલું
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તા. 18 થી 20 માર્ચ દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના અસરના કારણે ગરમી તેમજ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.