ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC પ્રીમિયમ બસ સેવા શરૂ, ભાડુ ખાલી આટલું

સુવિધા / અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC પ્રીમિયમ બસ સેવા શરૂ, ભાડુ ખાલી આટલું

Published By: Vishal Khamar

Last Updated: 04:19 PM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી બસના મુસાફરો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદથી નાથ દ્વારા એસટીની નવી એસી પ્રીમિયમ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) દ્વારા મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાસભર મુસાફરી પ્રદાન કરવા માટે અમદાવાદથી નાથદ્વારા વચ્ચે નવી AC પ્રીમિયમ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવા ખાસ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બની રહેશે.

બસમાં 2 બાય 2 લક્ઝરી બેઠકવાળી 46 સીટની વ્સવસ્થા

નવી બસમાં કુલ 46 બેઠકોની ક્ષમતા સાથે 2×2 લક્ઝરી બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, જેથી મુસાફરોને આરામદાયક સફરનો અનુભવ મળશે. આ બસ સેવા માત્ર રૂપિયા 541 ના ભાડામાં ઉપલબ્ધ રહેશે, જે વોલ્વો બસની તુલનામાં રૂપિયા 242 જેટલી સસ્તી છે.

બસ હિંમતનગર, શામળાજી અને ઉદયપુર સહિત 7 સ્થળે ઉભી રહેશે

આ બસ અમદાવાદથી રોજ સવારે 5:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોર સુધીમાં નાથદ્વારા પહોંચશે. પરત ફરતી સેવા નાથદ્વારાથી બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. માર્ગમાં હિંમતનગર, શામળાજી અને ઉદયપુર સહિત કુલ 7 સ્ટોપેજ રાખવામાં આવ્યા છે, જેથી વધુ મુસાફરોને આ સેવા નો લાભ મળી શકે.

આ પણ વાંચોઃ VIDEO : 'મને કોઈએ બ્લેકમેઈલ નથી કરી, મરજીથી આવી', ચૌધરી સમાજની દીકરીએ વીડિયોમાં સમાજને કરી અપીલ

અમદાવાદથી ઉદયપુરનું ભાડું 459 રૂપિયા નક્કી કરાયું

અમદાવાદથી ઉદયપુર સુધીનું ભાડું રૂપિયા 459 નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત, મુસાફરોને ઓનલાઈન બુકિંગ સહિત આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નવી AC પ્રીમિયમ બસ સેવા યાત્રાળુઓ માટે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો સારો વિકલ્પ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad to Nathdwara Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ