ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'મને કોઈએ બ્લેકમેઈલ નથી કરી, મરજીથી આવી', ચૌધરી સમાજની દીકરીએ વીડિયોમાં સમાજને કરી અપીલ

બનાસકાંઠા / VIDEO : 'મને કોઈએ બ્લેકમેઈલ નથી કરી, મરજીથી આવી', ચૌધરી સમાજની દીકરીએ વીડિયોમાં સમાજને કરી અપીલ

Published By: Vishal Khamar

Last Updated: 03:15 PM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમ લગ્નનો વિવાદ વચ્ચે વાવ-થરાદની રૂની ગામની દીકરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચૌધરી સમાજની દીકરીએ વીડિયો બનાવી સમાજ સામે અયોગ્ય પગલા ન લેવા આજીજી કરી છે.

ADVERTISEMENT

વાવ-થરાદ તાલુકાના રૂની ગામની એક દીકરીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રેમલગ્નને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ દીકરીએ વીડિયો બનાવી પોતાના સમાજ તેમજ પરિવારને મહત્વપૂર્ણ અપીલ કરી છે.

મેં 2024માં મહાદેવ રબારી સાથે લગ્ના કર્યા છે-દીકરી

વીડિયોમાં દીકરીએ જણાવ્યું છે કે તેણે વર્ષ 2024માં મહાદેવ રબારી નામના યુવાન સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે તેની પોતાની ઈચ્છાથી લેવાયો છે અને કોઈપણ પ્રકારનો દબાણ કે બ્લેકમેઈલ કરવામાં આવ્યો નથી.

મને મારા છોકરાથી દૂર ન કરવા રબારી-ચૌધરી સમાજને વિનંતી-દીકરી

દીકરીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે તે પોતાના લગ્નજીવનમાં ખુશ છે અને તેને તેના પતિથી અલગ ન કરવામાં આવે. તેણે રબારી અને ચૌધરી બંને સમાજને વિનંતી કરી કે તેમના સંબંધમાં કોઈ વિક્ષેપ ન ઉભો કરે અને તેમના “માળાને” તૂટવા ન દે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા! ઓડિટોરિયમમાંથી 6 અને ટોયલેટમાંથી 9 દારૂની ખાલી બોટલ મળી

માતા-પિતાએ વીડિયો બનાવી દીકરીને પાછી લાવવા માટે બન્ને સમાજને કરી હતી વિનંતી

આ મામલે અગાઉ દીકરીના માતા-પિતાએ પણ વીડિયો જાહેર કરીને બંને સમાજને અપીલ કરી હતી કે તેમની દીકરીને પરત લાવવામાં મદદ કરવામાં આવે. આ ઘટનાએ બંને સમાજ વચ્ચે ચર્ચા અને તણાવનું માહોલ ઊભું કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chaudhary community Vav-Tharad district Runi village

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ