ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા! ઓડિટોરિયમમાંથી 6 અને ટોયલેટમાંથી 9 દારૂની ખાલી બોટલ મળી

રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા! ઓડિટોરિયમમાંથી 6 અને ટોયલેટમાંથી 9 દારૂની ખાલી બોટલ મળી

Published By: Priykant Shrimali

Last Updated: 02:21 PM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saurashtra University : રાજકોટમાં શિક્ષણના કેમ્પસમાં નશાખોરીનો પ્રશ્ન, વીડિયો બહાર આવ્યા બાદ તાત્કાલિક ખાલી બોટલો હટાવવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Saurashtra University : રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વાસ્તવમાં શિક્ષણ અને સંસ્કાર માટે ઓળખાતા કેમ્પસમાં નશાખોરી જેવી પ્રવૃત્તિઓ સામે આવતાં લોકોમાં ચિંતા વધી રહી છે. વિગતો મુજબ તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમ અને નજીકના ટોયલેટમાંથી કુલ 15 ખાલી દારૂની બોટલો મળી આવી હતી. તેમાં 6 બોટલો ઓડિટોરિયમમાંથી અને 9 બોટલો ટોયલેટમાંથી મળી હોવાનું સામે આવ્યું છે. આ બંને સ્થળો મુખ્ય બિલ્ડિંગથી બહુ નજીક છે અને ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનથી પણ અંદાજે 500 મીટરના અંતરે આવેલ છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

મહત્વનું છે કે, યુનિવર્સિટીમાં સાંજના સમય પછી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલે છે તે એક મોટો સવાલ છે. યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સિક્યોરિટી માટે લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ સામે આવતાં વ્યવસ્થાની અસરકારકતા અંગે શંકા ઊભી થાય છે.

આ પણ વાંચો : તમામ દોષિતોને 5 વર્ષની સજા, 10 વર્ષ બાદ ઉના દલિતકાંડમાં કોર્ટનો મોટો ચુકાદો

વીડિયો વાયરલ થયો અને પછી...

આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયો બહાર આવ્યા બાદ તાત્કાલિક ખાલી બોટલો હટાવવામાં આવી હતી, જે વધુ શંકા ઊભી કરે છે કે શું આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? આ તરફ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં શું સામે આવે છે અને જવાબદાર લોકો સામે કઈ કાર્યવાહી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra University news Alcohol found in campus Rajkot university controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ