ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમામ દોષિતોને 5 વર્ષની સજા, 10 વર્ષ બાદ ઉના દલિતકાંડમાં કોર્ટનો મોટો ચુકાદો

BREAKING / તમામ દોષિતોને 5 વર્ષની સજા, 10 વર્ષ બાદ ઉના દલિતકાંડમાં કોર્ટનો મોટો ચુકાદો

Published By: Priykant Shrimali

Last Updated: 12:20 PM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Una Dalit Assault Case : 2016માં ગાયનું ચામડું ઉતારવાના આરોપે દલિત યુવાનોને જાહેરમાં અપમાનિત કરીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને હવે આરોપીઓને ફટકારાઇ સજા

ADVERTISEMENT

Una Dalit Assault Case : વર્ષ 2016માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામમાં બનેલી ઉના દલિત અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ગાયનું ચામડું ઉતારવાના આરોપે દલિત યુવાનોને જાહેરમાં અપમાનિત કરીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હવે આ કેસમાં દસ વર્ષ પછી કોર્ટનો ચુકાદો આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટએ પાંચ મુખ્ય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચારના ગુનાઓ સાબિત થયા છે. કોર્ટ દ્વારા તેમને એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા તેમજ IPCની વિવિધ કલમો હેઠળ બે થી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ કેસમાં ચાર પોલીસકર્મીઓ સહિત કુલ 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી પીડિત પરિવાર નિરાશ થયો છે. તેમના મતે આ ચુકાદો સંપૂર્ણ ન્યાય નથી. ફરિયાદી વશરામ સરવૈયાએ જણાવ્યું છે કે, તેઓ આ નિર્ણય સામે આગળની કાનૂની લડત લડશે અને જરૂર પડે તો સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવશે.

આ કેસમાં એક મહત્વની બાબત એ પણ છે કે દોષિત ઠેરવાયેલા પાંચેય આરોપીઓ પહેલાથી જ છ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કોર્ટના નિયમ મુજબ સજાઓ સાથે સાથે ભોગવવાની હોવાથી હવે તેમની સજાની અવધિ પૂર્ણ ગણાય છે, જેના કારણે તેઓ જેલમાંથી મુક્ત થવાના છે. આ ચુકાદા બાદ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : આ તારીખે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર રજૂ કરશે UGC બિલ

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ ઉના તાલુકાના મોટા મોટા સમઢિયાળા ગામે બની હતી. દલિત સમાજના સાત લોકોને મરેલી ગાયનું ચામડું ઉતારવાની શંકા રાખી કેટલાક લોકોએ કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનાના કારણે દેશભરમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને હુલ્લડના બનાવો નોંધાયા હતા. અંદાજે 74 જેટલા હુલ્લડના બનાવો સામે આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું અને જાહેર મિલકતોને મોટું નુકસાન થયું હતું. હવે આ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે અને દોષિત ઠરેલા આરોપીઓને એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા તેમજ IPCની વિવિધ કલમો હેઠળ બે થી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Una Dalit Case Gujarat Dalit Atrocity Una Dalit Assault Case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ