ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ તારીખે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર રજૂ કરશે UGC બિલ

મોટા સમાચાર / આ તારીખે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર રજૂ કરશે UGC બિલ

Published By: Priykant Shrimali

Last Updated: 11:52 AM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UGC Bill Gujarat : UGC બિલ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પણ ચર્ચા કરી હોવાનો અહેવાલોમાં દાવો, બિલ રજૂ કરી પસાર પણ કરી દેવાની સરકારની તૈયારી

ADVERTISEMENT

UGC Bill Gujarat : UGC બિલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતું UGC બિલ હવે ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે. મળતી માહિતી મુજબ આ બિલ વિધાનસભા સત્રના અંતિમ દિવસોમાં ગૃહમાં રજૂ કરીને પસાર કરવાની સરકારની તૈયારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 24 અથવા 25 માર્ચના રોજ આ બિલ ગૃહમાં મૂકવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા આ બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જેથી સમયસર તેને મંજૂરી મળી શકે.

અહેવાલો મુજબ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પણ ચર્ચા કરી હતી. કેન્દ્ર સાથે સંકલન બાદ હવે રાજ્ય સરકાર આ બિલને વિધાનસભામાં રજૂ કરવા તૈયાર છે. આ બિલનો મુખ્ય હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારા લાવવાનો અને યુનિવર્સિટીઓના સંચાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિ. સહિત રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર વિરૂદ્ધ તપાસના આદેશ

નોંધનીય છે કે, બિલ પસાર થયા બાદ રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. હાલમાં વિધાનસભા સત્ર અંતિમ તબક્કામાં હોવાથી સરકાર આ બિલને ઝડપથી ગૃહમાં રજૂ કરીને પસાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ચર્ચા પણ તેજ બનવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat Assembly Session UGC Bill Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ