ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાત યુનિ. સહિત રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર વિરૂદ્ધ તપાસના આદેશ

એક્શન / ગુજરાત યુનિ. સહિત રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર વિરૂદ્ધ તપાસના આદેશ

Published By: Priykant Shrimali

Last Updated: 11:17 AM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

University Registrar Investigation : રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સામે તપાસના આદેશ, રજીસ્ટ્રાર સામે લાયકાત, વહીવટી ગડબડ અને ભ્રષ્ટાચાર સંબંધિત અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું

ADVERTISEMENT

University Registrar Investigation : રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા 8 અલગ અલગ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સામે તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. રજીસ્ટ્રાર સામે લાયકાત, વહીવટી ગડબડ અને ભ્રષ્ટાચાર સંબંધિત અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ કેટલાક રજીસ્ટ્રારની નિમણૂક અંગે નિયમોનું પાલન થયું છે કે નહીં તેમજ તેમના કામકાજમાં કોઈ ગેરરીતિ તો નથી ને તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ સંબંધિત ફરિયાદો ઉચ્ચ શિક્ષણ વિભાગ સુધી પહોંચતા રાજ્ય સરકારે મામલાને ગંભીરતાથી લઈને તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમાં ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિત કુલ 8 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણય બાદ સંબંધિત યુનિવર્સિટીઓમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : પતિના ત્રાસથી પરિણીતાનો આપઘાત, લગ્નના 22 દિવસમાં જ પત્નીએ મોતને વ્હાલું કર્યું

સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ હવે મળેલી ફરિયાદોની વિગતવાર તપાસ કરશે. તપાસ દરમિયાન રજીસ્ટ્રારની લાયકાત, નિમણૂક પ્રક્રિયા તેમજ વહીવટી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ એ છે કે રાજ્યની યુનિવર્સિટીઓમાં પારદર્શિતા જળવાઈ રહે અને શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તપાસ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

University Registrar Investigation University Administration Gujarat University Registrar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ