ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Meteorological department gives good signal, forecast of heavy rains in Saurashtra including North and South Gujarat

આગાહી / હવામાન વિભાગે આપ્યા સારા સંકેત, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

Published By: Kiran

Last Updated: 08:36 AM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યાના હવામન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસમાં રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે

ADVERTISEMENT

  • રાજ્યમાં 4 દિવસ વરસાદી માહોલની શક્યતા
  • દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના
  • અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા

રાજ્યાના હવામન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસમાં રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં 4 દિવસ વરસાદી માહોલની શક્યતા

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જોરધાર વરસાદ ખાબકી શકે છે. સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટા શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતે કહ્યું કે આવતીકાલથી બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર જેને લઈ વરસાદની વાતાવરણ સર્જાવાને લીધે અનેક વિસ્તારોમા સારો એવો વરસાદ પડી શકે છે.



દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના

મહત્વનું છે કે રાજ્યના અનેક જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે તેમજ ગીર સોમનાથ, દ્વારકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. 



અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા

જો વાત કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. જ્યારે તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે ફરી સારો વરસાદ પડવાની આગાહી કરી છે. 


સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rains Rain forecast gujarat આગાહી ગુજરાત ભારે વરસાદની આગાહી વરસાદ forecast of heavy rains

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ