બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department forecast for rain in Gujarat 07-08-2022
Vishnu
Last Updated: 11:57 PM, 8 August 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ મહિનામાં ભારે વરસાદની શક્યતા ઓછી છે પણ 5 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જે બાદ હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જગ્યાએ વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે.
ત્રણ દિવસ મેઘો ગુજરાતને ઘમરોળશે
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 8,9,10 ઓગસ્ટે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ મહિનાથી અત્યારસુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોના પાક કોઈ ખતરો ઊભો થયો નથી પણ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. 9 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સોમવારે આ વિસ્તારમાં વરસાદ થશે
મંગળવારે આ વિસ્તારમાં વરસાદ થશે
10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.
પાક નુકસાની સહાય ટુંક સમયમાં થશે જાહેર
ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. સર્વેનું સપૂર્ણ કામગીરી પૂર્ણ થયે સહાયની જાહેરાત કરવામા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.