બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Meteorological Department and Skymet have predicted rain in Gujarat samachar supar fast news

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદનો ખૂંખારો.! હવામાન વિભાગ અને સ્કાયમેટે શું કરી આગાહી? ગુટકાના વ્યસનીઓને ઝટકો

Dinesh

Last Updated: 07:19 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ હળવો વરસાદ વરસી શકે છે તેમજ રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઈ છે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.તેઓએ જણાવ્યું કે, દેશમાં ચોમાસાના વિદાય થવાની થઈ શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઈ છે. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.

The Meteorological Department said that Monsoon will leave Gujarat in the next few days

રાજ્યમાં હજુ પણ ખાનગી હવામાન એજન્સી સ્કાટમેટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છની આસપાસ સાયક્લોનિક સક્યુલેશનનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદની સંભાવનાં છે. ત્યારે સ્કાય મેટ દ્વારા જૂનાગઢ, રાજકોટ, બોટાદ, વેરાવળ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર તેમજ અમદાવાદમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, કચ્છ તેમજ તેની આજુબાજુનાં વિસ્તારોમાં સાયક્લોનિક સક્યુલેશન સર્જાયું છે. આ સાયક્લોનિક સક્યુલેશનનાં કારણે જૂનાગઢ, રાજકોટ,  ગીર સોમનાથ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તે સિવાયનાં બનાસકાંઠા, પાલનપુર,  ઈડર, જામનગર, મોરબી સહિતનાં વિસ્તારોમાં વરસાદની સંભાવનાં ખૂબ ઓછી છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય થતા હજુ થોડો સમય લાગી શકે છે. 

મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.96 મીટરે પહોંચી છે. અત્રે જણાવીએ કે, પાણીની આવકને લઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે ડેમમાંથી 2 લાખ 60 હજાર ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ RBPH અને CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે.

Due to the increase in the water level of Narmada's Sardar Sarovar Dam, low-lying areas were alerted

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM Modi to visit Gujarat from tomorrow: Will give development gift of 5,206 crores to Gujarat

gandhinagar news :  રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.13 સપ્ટેમ્બર-2023થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. 

Ban on sale, storage and distribution of gutka, tobacco or nicotine-laced pan masala in state extended for another year

હવામાન વિભાગે તમિલનાડુ અને પોંડીચેરીનાં કેટલાક વિસ્તારોમાં આવનારાં 6 દિવસો સુધી વરસાદની સંભાવના દર્શાવી છે. રિપોર્ટ અનુસાર તમિલનાડુનાં ઉત્તરી ભાગમાં ચક્રવાત પરિભ્રમણ થઈ રહ્યું છે. IMDએ ચેન્નઈનાં ક્ષેત્રીય કેન્દ્રને પોતાની નવી રિપોર્ટમાં કહ્યું છે કે સોમવારે તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલ ક્ષેત્રોમાં એક અથવા 2 સ્થાનો પર કડાકાભડાકા સાથે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.રિપોર્ટ અનુસાર દિવસનાં સમયે નીલગિરી, તિરુપત્તૂર અને વેલ્લોર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની આશંકા છે. જ્યારે તિરુવન્નમલાઈ, રાનીપેટ, તિરુલ્લુર, કાંટીપુરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કૃષ્ણાગિરી, ધર્મપુરી, સલેમ અને કોયંબટૂર જિલ્લાઓની ઘાટીવાળા ક્ષેત્રોમાં  ભારે વરસાદ વરસી શકે છે.

IMD Rain forecast : heavy rain chances in Tamilnadu, Puducherry for next seven days

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતિમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે લિસ્ટમાં અનેક ચોંકાવનારા નામ પણ છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી છે તેમજ 4થી વધુ સાંસદોને પણ રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે, કુલ 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપએ બીજી યાદીમાં 39માંથી 6 મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ગણાતા ઈમરતી દેવીને પણ ટિકિટ આપવામાં આવી છે. જેઓ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા. જ્યારે કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોરની નંબર 1 સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

BJP released second list of 39 candidates in Madhya Pradesh, 7 MPs including 3 Union Ministers gave tickets

કોલેજમાં આગામી સત્રથી પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોમન યુનિવર્સિટી એક્ટ અંતર્ગત આગામી સત્રથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ પ્રક્રિયા થશે. મહત્વનું છે કે, અત્યાર સુધી 12 સાયન્સ પછી મેડિકલ-ઇજનેર ક્ષેત્રે કોમન પ્રવેશ પ્રક્રિયા લેવામાં આવતી હતી, હવેથી આર્ટ્સ, કોમર્સ સહિતના તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થશે. આગામી વર્ષના પ્રવેશ માટે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ પ્રક્રિયા યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે એપ લૉન્ચ કરાશે. રાજ્ય સરકારની એપમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. 12 સાયન્સ પછી મેડીકલ, ઇજનેર સહિતમાં કોમન પ્રવેશ પ્રક્રિયા થતી હતી. હવેથી આર્ટસ, કોમર્સ સહિતના કોર્સમાં પણ કોમન પ્રવેશ પ્રક્રિયા થશે. અત્યાર સુધી કોલેજોમાં અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરાતી હતી, હવે કોલેજોમાં પણ સમાન પ્રવેશ પ્રક્રિયા કરાશે. વિધાનસભામાં યોજાયેલા ચોમાસું સત્રમાં પબ્લિક યુનિવર્સિટી બિલને પસાર કરવામાં આવ્યું હતું.  

Common admission process will be started in all government universities of Gujarat for next year's admission.

ભારતની દીકરીઓ એશિયન ગેમ્સમાં ચળકી રહી છે. ભારતને ગઈકાલે બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ચીનના હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ગેમ્સની મેચની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને એશિયન ગેમ્સની ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો છે. ભારતીય દીકરીઓની આ ઐતિહાસિક સિદ્ધિ છે. ભારત અને શ્રીલંકા ટકરાયા હતા. પહેલા બેટિંગ કરીને હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે 116 રન કર્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. શફાલી વર્મા 9 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે ઈનિંગને સંભાળી હતી અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. મંધાનાના રૂપમાં 89ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો, જે 46 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 

India Women's Team Wins Historic First Gold In Cricket

IND vs AUS : રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈ કાલે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ ફોરચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી.સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ ખાતે 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.ત્યારે આજે બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યાં બંન્ને ટિમનું હોટલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પાકિસ્તાની ટીમ માટે ભારત વર્લ્ડ કપ રમવા માટેનો માર્ગ મોકળો થયો છે. ભારત સરકારે બાબરબાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ ભારત આવવાના વીઝા આપી દીધા છે. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનને પણ વીઝા આપ્યાં છે. વીઝા મળ્યાં બાદ હવે પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે અને 29 સપ્ટેમ્બરે પહેલી પ્રેક્ટિસ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે હૈદરાબાદમાં રમવાની છે.

Pakistan Receive Visas For World Cup 2023; Set To Leave For India On 27th September

ભારતીય શરાફા બજારમાં આજે 25 સપ્ટેમ્બર 2023નાં રોજ સોનું-ચાંદી સસ્તું થયું છે. સોનાની કિંમત 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે જ્યારે ચાંદીનાં ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનાં 10 ગ્રામની કિંમત 59104 રૂપિયા છે જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 72657 રૂપિયા છે.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર શુક્રવારની સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 59134 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સોમવારે સવારે  59104 રૂપિયા પર આવી ગયું. આ રીતે શુદ્ધતાનાં આધાર પર સોનું અને ચાંદી સસ્તું થયું છે.

Gold Silver price: Today gold and silver became cheaper but Gujarat has noticed the raise in price

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ