બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Meteorological department alert in 18 states today, heavy rain forecast including thunderstorm here

હવામાન અપડેટ / આજે 18 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ, અહીં વાવાઝોડા સહિત ભારે વરસાદની આગાહી

Priyakant

Last Updated: 07:39 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થયો, હવામાન વિભાગનું માનવું છે કે, આગામી ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ રહી શકે

  • હવામાન વિભાગે દેશનાં અનેક રાજ્યોમાં કરી વરસાદની આગાહી
  • કમોસમી વરસાદનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
  • બુધવારે વાવાઝોડા સાથે વરસાદની તીવ્રતા વધશે

દેશનાં અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, આ દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. જેને લઈ હવે આજે વરસાદ અને તોફાન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ વધુ હોઈ શકે છે. મંગળવારે પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા રહ્યા હતા. દિલ્હીમાં મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી રહ્યું છે. એવી આશંકા છે કે,બુધવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ પડી શકે છે.

આ તારીખ સુધી પડશે વરસાદ 
સ્કાયમેટ અનુસાર 8 મેથી હવામાન સાફ થવાનું શરૂ થશે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ રહી શકે છે. તેમનું કહેવું છે કે, આ કમોસમી વરસાદનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. બુધવારે વાવાઝોડા સાથે વરસાદની તીવ્રતા વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ યથાવત 
હવામાન વિભાગે આગાહી કરી છે કે, પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં 5 મે સુધી હવામાન આવું જ રહી શકે છે. પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 4 એપ્રિલ સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય IMD અનુસાર પશ્ચિમી વિક્ષેપને કારણે મધ્ય ભારતીય રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તેમાં પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

આજે કયા રાજ્યોમાં પડી શકે વરસાદ 
આજના હવામાનની વાત કરીએ તો પશ્ચિમ હિમાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલયના ઉપરના ભાગો અને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં પણ હિમવર્ષા થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને આંતરિક કર્ણાટકના ભાગોમાં કેટલાક મધ્યમ વરસાદની સંભાવના છે.

ચક્રવાત તોફાનની આશંકા 
હવામાન વિભાગે ચક્રવાત તોફાનની આશંકા વ્યક્ત કરી છે. જેના કારણે વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. IMD અનુસાર આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. IMDએ 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાતની આગાહી કરી છે. આ સાથે પૂર્વોત્તર ભારતના ભાગો, દક્ષિણ ઓડિશા, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક કે બે જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ