બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / merge pf account as soon as you change your job

કામની વાત / નોકરી બદલતા જ PF સાથેના આ કામને તુરંત પૂર્ણ કરો, નહીં તો આવશે મુશ્કેલી ઉઠાવવાનો વારો!

Bijal Vyas

Last Updated: 01:05 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PF સેવિંગનો એક રસ્તો છે. જેથી મુશ્કેલ સમયમાં આ ફંડમાં જમા રકમ તેઓના કામ આવી શકે. નોકરીયાત લોકોની બેઝિક સેલેરીનનો એક ભાગ પીએફમાં જમા થાય છે.

  • પીએફ ખાતાધારકે EPFO ​​વેબસાઈટ પર જઈને ખાતું મર્જ કરવું પડશે
  • રજિસ્ટર્ડ  મોબાઇલ નંબર પરથી જાણી શકશો તમારો UAN નંબર 
  • તમને તમારો UAN ખબર નથી, તો તમે તેને ઓનલાઈન શોધી શકો છો

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીના વિકાસ માટે નોકરીઓ બદલતા રહે છે. કોવિડ મહામારી બાદ તેમાં પણ તેજી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, જો તમે પણ નોકરી બદલી રહ્યા છો અથવા બદલાઈ ગઇ છે, તો નવી કંપનીમાં જોડાયા પછી, એક કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક પૂર્ણ કરો. આ કામ EPF એકાઉન્ટને મર્જ કરવાનું છે.

દરેક નવી કંપનીમાં જોઇનિંગ સમયે, તમારા જૂના UAN નંબરથી જ નવું PF ખાતું ખોલવામાં આવે છે. પરંતુ જૂની કંપનીઓમાં નોકરી દરમિયાન જમા થયેલ ફંડ નવા પીએફ ખાતામાં ઉમેરવામાં આવતું નથી. તેથી, પીએફ ખાતાધારકે EPFO ​​વેબસાઈટ પર જઈને ખાતું (EPF એકાઉન્ટ મર્જ) મર્જ કરવું પડશે.

PFથી પૈસા કાઢવા પર ક્યારે લાગે છે ટેક્સ...જાણો શું છે નિયમ epfo tax rule on provident  fund pf withdrawal

ઓનલાઇન મર્જ કરવાની છે સુવિધા 
EPF એકાઉન્ટ મર્જ થયા પછી, કુલ રકમ તમારા એક ખાતામાં જોવા મળશે. તમે તમારા પીએફ એકાઉન્ટને સરળતાથી ઓનલાઈન મર્જ કરી શકો છો. આ માટે તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં તમારે સર્વિસિઝ પર જવું પડશે. ત્યારબાદ One Employee One EPF એકાઉન્ટ પર ક્લિક કરો.

રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે ઓટીપી 
ત્યાર બાદ EPF એકાઉન્ટને મર્જ કરવા માટે ફોર્મ ખુલશે. અહીં તમારે EPF ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. પછી UAN અને વર્તમાન સભ્ય ID દાખલ કરો. સંપૂર્ણ વિગતો ભર્યા પછી, Authentication માટે OTP જનરેટ થશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

જેવુ જ તમે OTP નંબર દાખલ કરો. ત્યારપછી તમારા જૂના ખાતાની વિગતો દેખાવા લાગશે. આ પછી પીએફ એકાઉન્ટ નંબર ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. એકાઉન્ટ મર્જ કરવા માટેની તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે. પછી વેરિફિકેશનના થોડા દિવસો પછી તમારું એકાઉન્ટ મર્જ થઈ જશે.

Topic | VTV Gujarati

UAN ખૂબ જ જરુરી છે
જો કે, ધ્યાનમાં રાખો કે EPF થી સંબંધિત કોઈપણ સુવિધા ઓનલાઈન મેળવવા માટે, તમારે તમારું UAN (Universal Account No) જાણવું આવશ્યક છે. આ સાથે UAN એક્ટિવેટ કરાવવું પણ જરૂરી છે.

આ રીતે તમારું UAN શોધો
જો તમને તમારો UAN ખબર નથી, તો તમે તેને ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે 'https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/' પર જવું પડશે. ત્યારપછી જમણી બાજુના એમ્પ્લોયી લિંક્ડ સેક્શન પર ક્લિક કરો અને 'Know Your UAN' નંબર પર ક્લિક કરો. ત્યારબાદ તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.

આ પછી Request OTP પર ક્લિક કરો. હવે તમારી સામે એક પેજ ખુલશે. તેના પર તમારે તમારો પીએફ એકાઉન્ટ નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે. જન્મતારીખની સાથે આધાર કે પાન નંબર પણ નાખવો પડશે. આ પછી 'શો માય UAN નંબર' પર ક્લિક કરો. તમને તમારો UAN મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ