બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / mercury set on 23 april these zodiac sign people will get negative effect after budh ast

રાશિફળ / આજથી આ રાશિના જાતકોએ સાચવવું પડશે, નોકરી-ધંધામાં આવશે ઝટકા-નહીં થાય બચત, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 11:40 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અનુસાર બુધ અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોને વિકાસ અને આરોગ્યમાં પ્રતિકૂળ પરિણામ જોવા મળી શકે છે. કેટલીક રાશિના જાતકોને આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

  • ગ્રહના ઉદય અને અસ્તની તમામ રાશિના જાતકોને અસર થશે. 
  • નોકરી અને કારોબારમાં પરેશાનીનો સામનો કરવો પડશે. 
  • આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કોઈપણ ગ્રહના ઉદય અને અસ્તની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. આજે બુધ ગ્રહ અસ્ત થઈ રહ્યો છે. બુધ ગ્રહને બુદ્ધિ અને તર્કનું પ્રતિક માનવામાં આવે છે. હાલના સમય બુધ મેષ રાશિના છઠ્ઠા અને ત્રીજા ભાવના સ્વામી છે અને તેમાં જ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યોતિષ અનુસાર બુધ અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોને વિકાસ અને આરોગ્યમાં પ્રતિકૂળ પરિણામ જોવા મળી શકે છે. કેટલીક રાશિના જાતકોને ઊંઘ ના આવવા, ભૂખ ના લાગવી, નિર્ણય લેવાની અક્ષમતા જેવી આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. બુધ અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોને નોકરી અને કારોબારમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 

આ રાશિના જાતકો પર થશે અસર
મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ મેષ રાશિમાં જ અસ્ત થઈ રહ્યા છે. જેથી આ રાશિના જાતકોને આરોગ્ય સંબંધિત પરેશાની- હાઈ બ્લડ પ્રેશ, માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. ખાવા પીવાની બાબતોનું ખાસ ધ્યાન રાખો. જીવનશૈલીમાં ધ્યાન આપો. નોકરીમાં સારી તક મળી શકે છે, પ્રતિદ્વંદીઓથી સાવધાન રહો.

કર્ક
આ રાશિના જાતકોએ પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે, તેમના હાથમાંથી સારી તક જતી રહેશે. નોકરી ગુમાવી પડે છે. ટાર્ગેટ પૂર્ણ નહીં થાય. ઓફિસમાં સિનિયર અધિકારીઓ નારાજ થઈ શકે છે. કરિઅરમાં નુકસાન થવાની સંભાવના છે. પ્લાનિંગ અનુસાર કામ કરવાથી મન શાંત રહેશે. 

કન્યા
કન્યા રાશિના જાતકોના ઓફિસમાં સારું પ્રદર્શન નહીં કરી શકાય. નસીબનો સાથ નહીં મળે. આ દરમિયાન માનસિક તણાવ વધી શકે છે. ઓફિસમાં કામનું પ્રેશર વધવાથી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં કામ પર ધ્યાન આપો. પોતાનો બિઝનેસ શરૂ થવાથી નુકસાન થઈ શકે છે, ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. જે પણ ધન કમાયું છે, તેમાં બચત નહીં થાય. 

ધન
હાલનો સમય આ રાશિના જાતકો માટે પડકાર સાબિત થઈ શકે છે. બિઝનેસમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. બિઝનેસ પાર્ટનરનો સહયોગ ના મળવાને કારણે નુકસાન થઈ શકે છે. આવક ઓછી થશે અને ખર્ચો વધશે. આ ખર્ચા પૂરા કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે નિરાશ થઈ શકો છો. બાળકોના ભવિષ્ય બાબતે ચિંતિત રહેશો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ