બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghmehr has been seen in Gujarat as per the forecast of Meteorological Department

મોન્સુન અપડૅટ / ગુજરાતના 188 તાલુકામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, જાણો સૌથી વધુ કયા વિસ્તારને ધમરોળ્યો

Malay

Last Updated: 09:42 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Monsoon Update News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ધંધુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો.

 

  • ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ મેઘમહેર
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ 
  • 168 તાલુકામાં 3 ઈંચથી ઓછો વરસાદ 
  • અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પોણા પાંચ ઇંચ નોંધાયો 
  • પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધંધુકામાં નોંધાયો છે. ધંધુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ચારેકોર પાણી-પાણી કરી નાખ્યું છે.

ફાઈલ ફોટો

ધંધુકામાં નોંધાયો સૌથી વધારે વરસાદ 
ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ જામનગર અને દાંતિવાડામાં 4 ઇંચ વરસાદ, સુરતના પલસાણા, વલસાડના પાલડી અને પોરબંદરના રાણાવાવમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો જોડિયા અને ધોલેરામાં 3 ઇંચ વરસાદ, ડીસા, સુત્રાપાડા અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ બોટાદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં 3 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 

ફાઈલ ફોટો

અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી 
અમદાવાદમાં પણ ગઈકાલે સાંજે 6.30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. કાલુપુરથી દરિયાપુર જવાના રસ્તે ટ્રાફિક જામ સર્જાયો હતો. કાલુપુરથી દરિયાપુર જવાના રસ્તે અંદાજે 1 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક વધતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. વરસાદના કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક થતાં 14 હજાર ક્યૂસેક પાણી નદીમાંથી આગળ છોડવામાં આવ્યું હતું.

ભાવનગરમાં 1 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ
ભાવનગર શહેરમાં સાબેલાધાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં 1 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બોટાદના ગઢડા તાલુકાના પડવદર ગામે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળામાં પાણીની આવક થઈ હતી. પડવદર ગામે બપોર બાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

ફાઈલ ફોટો

જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ
જામકંડોરણા તાલુકામાં ગતરોજ અતિભારે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણાના ખજૂરાહ, બાલાપર, ધકાપર ગામમાં વરસાદ વરસતા ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ખજૂરાહ ગામમાં જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. ખજૂરાહ જવાના પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ