બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Mawtha increased the trouble in 56 talukas of Gujarat, the most fell in Bagsara, see where it rained

આફતનો વરસાદ / ગુજરાતના 56 તાલુકામાં માવઠાએ વધારી મુસીબત, સૌથી વધુ બગસરામાં પડ્યો, જુઓ ક્યાં કેટલો વરસ્યો

Vishal Khamar

Last Updated: 12:13 AM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ હજુ પણ તા.14 થી 16 દરમ્યાન કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

મોરબીમાં ભારે પવનનાં કારણે છાપરા ઉડ્યા

મોરબી નજીકના લાલપર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા સીરામીક કારખાનાનાં પતરા ઉડી ગયા હતા. કમોસમી વરસાદન કારણે સીરામીક કારખાનાની મશીનને ઠંડી  રાખવા  માટેનો કુલીંગ પ્લાન્ટ પણ તૂટી ગયો હતો. ત્યારે કારખાનાના પતરા તૂટી પડતા મોટું નુકશાન થવા પામ્યું હતું. 

વીજપોલ ધરાશાયી થતા પિતા-પુત્રીને ઈજાઓ પહોંચી હતી

પંચમહાલમાં ભારે પવનથી વીજપોલ ધરાશાયી થવા પામ્યો હતો. ત્યારે હાલોલના ટીમ્બી પાટીયા પાસે વીજપોલ ધરાશાયી થયો હતો. ત્યારે વીજપોલ પર વૃક્ષ તૂટીને પડતા મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી. ત્યારે ભારે પવનના કારણે વૃક્ષ વીજપોલ પર પડતા ઘર આંગણે બેઠેલા પુત્રી-પિતા ઉપર વીજપોલ તૂટીને પડ્યો હતો. ઈજાગ્રસ્ત પિતા પુત્રીને 108 મારફતે સારવાર અર્થે હાલોલ ખસેડવામાં આવ્યા હતા.

  • આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ

બગસરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો

સાયલામા3 13 મીમી, સુબિરમાં 12 મીમી વરસાદ

ડેડિયાપાડામાં 12 મીમી, માણસામાં 10 મીમી વરસાદ

ગોંડલમાં 10 મીમી, લોધિકામાં 10 મીમી વરસાદ

કપરાડામાં 9 મીમી, ઉમરપાડામાં 9 મીમી વરસાદ

માંડલમાં 8 મીમી, છોટા ઉદેપુરમાં 9 મીમી વરસાદ

જેતપુર પાવીમાં 8 મીમી, કુકરમુંડામાં 9 મીમી વરસાદ

બેચરાજીમાં 8 મીમી, લાઠીમાં 8 મીમી વરસાદ

મોડી સાંજે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો

બોટાદ શહેર અને જીલ્લામાં ભારે પવનનાં કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. તો કેટલાક ગામોમાં કરા સાથે વરસાદ પડવા પામ્યો હતો. ત્યારે પડવદર, સમઢીયાળા, ચિતાપર, ઈગોરાળા, મોટી કુંડળ, સોસલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો.

એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો

મહીસાગર જીલ્લામાં પણ ભારે પવન બાદ એકાએક વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો.  લુણાવાડા અને ખાનપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરધરી, કડછલા, લાલસર, ધામોદ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે એકાએક વરસાદની શરૂઆત થતાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. ત્યારે કેટલીક જગ્યાએ વરસાદ પડતા હોલિકા દહનમાં ભંગ પડ્યો હતો.

યાત્રાધામ અંબાજીમાં પર છવાયો વરસાદી માહોલ

યાત્રાધામ અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે મોડી સાંજે યાત્રાધામ અંબાજી ખાતે પણ કમોસમી વરસાદ પડતા લોકોમાં દોડાદોડ મચી જવા પામી હતી.

કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાયા

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જીલ્લાઓમાં કમોસમી માવઠું થવા પામ્યું છે. ત્યારે શંખેશ્વર તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે શંખેશ્વર તાલુકામાં કમોસમી વરસાદને કારણે પાકને નુકશાન થવા પામ્યું હતું. ત્યારે ખેતરમાં પાણી ભરાતા નુકશાનનીં ભીંતી સેવાઈ રહી છે.

ડીસા તાલુકામાં  બરફનાં કરા પડ્યા

બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ અને કરા સાથે જીલ્લામાં વરસાદનું આગમન થવા પામ્યું છે. જીલ્લામાં મોટાભાગના તાલુકામાં કરા સાથે વરસાદ થયો છે. ખેડૂતોઓ  વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યા હતા.  ત્યારે બટાટા, રાજગરો, એરંડા, ઈસબગુલ સહિતના પાકને મોટું નુકશાન પહોંચવા પામ્યું છે.

કમોસમી વરસાદથી ઘઉ, ચણા,  જીરૂ, ધાણા જેવા પાકોને નુકશાન થવાની ભીંતી

જામનગરના કાલાવડ પંથકમાં પવન સાથે આજે ફરી બીજો દિવસે વરસાદ પડ્યો હતો. ત્યારે કાલાવડના ખરેડી, નીકાવા, ખડધોરાજી, આણંદપર, વડાલા, પીપર સહિતના ગામોના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતના શિયાળો પાકને નુકશાન થવાનીં ભીંતી સેવાઈ રહી છે. ત્યારે ઘઉ, ચણા,  જીરૂ, ધાણા તેમજ મેથી સહિતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ