બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / matthew perry american friends sitcom chandler bing hollywood

દુઃખદ / 'Friends' સીરિઝ ફેમ એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે નિધન: બાથટબમાં મળી આવ્યો મૃતદેહ, ફિલ્મ જગતમાં શોકની લહેર

Malay

Last Updated: 09:17 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના લોકપ્રિય સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરીનું શનિવારે અવસાન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

  • એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે શનિવારે અવસાન
  • હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા મેથ્યુ પેરી
  • ફ્રેન્ડ્સ શૉમાં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી બન્યા હતા સ્ટાર

અમેરિકાના પોપ્યુલર સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરી (Matthew Perry)નું 54 વર્ષની વયે શનિવારે અવસાન થયું છે. 90ના દાયકાના શૉ ફ્રેન્ડ્સમાં ચૅન્ડલર બિંગ (Chandler Bing)ની ભૂમિકાથી મેથ્યુ પેરી રાતોરાત સ્ટાર બની ગયા હતા. લૉસ એન્જલસ ટાઇમ્સ અને TMZ.comના રિપોર્ટ અનુસાર, મેથ્યુ પેરી શનિવારે લોસ એન્જલસના તેમના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે, સ્થળ પરથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે મેથ્યુ પેરીનું નિધન ડૂબી જવાથી થયું છે.

No photo description available.
Matthew Perry (PHOTO: FACEBOOK)

કોણ છે મેથ્યુ પેરી?
મેથ્યુ પેરીનો જન્મ 19 ઓગસ્ટ, 1969ના રોજ અમેરિકાના મેસેચ્યુસેટ્સના વિલિયમસ્ટાઉનમાં થયો હતો. પોતાના સપનાઓને સાકાર કરવા માટે તેઓ ખૂબ જ નાની ઉંમરે હોલીવુડમાં આવી ગયા હતા. મેથ્યુ પેરીએ તેમના કરિયરની શરૂઆતમાં કેટલાક નાના પાત્રો ભજવ્યા હતા. 1987થી લઈને 1988 સુધી 'બોય્ઝ વિલ બી બોયઝ' શૉમાં ચેઝ રસેલનું તેમનું પાત્ર ખૂબ જ પોપ્યુલર બન્યું હતું.

ફ્રેન્ડ્સ શૉ બન્યો કરિયરનો ટર્નિંગ પોઈન્ટ
આ પછી 'ગ્રોઇંગ પેન્સ' અને 'સિડની' જેવા શૉમાં તેમની નાની-નાની ભૂમિકાઓએ તેમના કરિયરના ગ્રાફને વધારવામાં મદદ કરી. પરંતુ 1994માં શરૂ થયેલો શૉ 'ફ્રેન્ડ્સ' તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. 'ફ્રેન્ડ્સ' જેવા કોમેડી શૉમાં તેમનું ચૅન્ડલર બિંગનું પાત્ર આખી દુનિયામાં એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે આજ સુધી તેઓને Satire King તરીકે ઓળખવામાં આવતા છે.

No photo description available.

2004માં ટેલિકાસ્ટ થયો હતો છેલ્લો એપિસોડ
ફ્રેન્ડ્સ સિરીઝ 22 સપ્ટેમ્બર 1994ના રોજ શરૂ થઈ હતી અને તેનો છેલ્લો એપિસોડ 6 મે 2004ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. 236 એપિસોડની આ સિરીઝ લગભગ દર વર્ષે અમેરિકામાં દરેક મોટા એવોર્ડ જીતતી રહી. આ શૉમાં મેથ્યુ પેરીની સાથે જેનિફર એનિસ્ટર, કર્ટની કોક્સ, લિડા કુસરો, મેટ લાબ્લેન્ક અને ડેવિડ જેવા મોટા કલાકારોએ કામ કર્યું હતું.

ડ્રગ્સની લાગી ગઈ હતી લત 
1994 અને 1998 વચ્ચેનો સમય એવો હતો, જ્યારે મેથ્યુ પેરી તેમના કરિયરની પીક પર હતા, પરંતુ આ દરમિયાન ડ્રગ્સની લત તેમના પર ભારે પડી ગઈ. આ દરમિયાન તેમનું વજન ઝડપથી ઘટવા લાગ્યું. 2021માં ફ્રેન્ડ્સ રિયુનિયન દરમિયાન મેથ્યુએ કહ્યું હતું કે, શૉની શરૂઆતની કેટલીક સિઝન દરમિયાન તેઓને ડ્રગ્સની ખરાબ લત લાગી ગઈ હતી. જેના કારણે તેમને ઘણી વખત રિહેબમાં દાખલ થવું પડ્યું હતું. મેથ્યુએ કહ્યું કે મને દારૂ અને ડ્રગ્સની ભયંકર લત છે. હું તેમાંથી બહાર નીકળી શકતો નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ