બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / અજબ ગજબ / Mathura Students create chair bridge for teacher to enter school got suspended after video viral

Viral Video / સાહ્યબી તો જુઓ! વરસાદમાં મેડમનાં પગ ભીના ન થવા જોઈએ, વિદ્યાર્થીઓ પાસે બનાવડાવ્યો ખુરશીનો પુલ

Megha

Last Updated: 09:56 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવામાં આ વખતે સોશ્યલ મીડિયા પર એક એવો જ વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકોને દયા પણ આવે છે અને ગુસ્સો પણ.

  • સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે
  • આ વાયરલ વિડીયો યુપી મથુરાનો છે એવું સામે આવ્યું છે

દેશના ઘણા હિસ્સામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ઘણી જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિ પણ આવી ગઈ છે. એવામાં દરોરોજ સોશ્યલ મીડિયા પર વરસાદના અને વરસાદ પડ્યા બાદ સર્જાતી તારાજી અનેક વિડીયો વાયરલ થતાં રહે છે. વરસાદને કારણે ભરાતા પાણીને લીધે લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આ વખતે સોશ્યલ મીડિયા પર એક એવો જ વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકોને દયા પણ આવે છે અને ગુસ્સો પણ. 

આ વાયરલ થતો વિડીયો યુપી મથુરાનો છે એવું સામે આવ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સ્કૂલની બહાર વરસાદને કારણે ઘણું પાણી ભરાઈ ગયું છે. અંદર બહાર આવવા-જવા માટે પાણીમાંથી ચાલીને જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એવામાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓ પાસે ખુરશીનો પુલ બનાવે છે અને તેને પાર કરીને શાળાની અંદર પંહોચે છે. 

હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈને શિક્ષા વિભાગે તુરંત ઠોસ કદમ ઉઠાવ્યા અને એ શિક્ષિકાને તુરંત જ નીલંબિત કરી દેવામાં આવ્યા છે . આ કિસ્સો મથુરા જિલ્લાના બલદેવ વિકાસ ખંડના પ્રાથમિક શાળાનો છે. જ્યાં વરસાદ પછી સ્કૂલની બહાર પાણી ભરાઈ ગયા હતા અને સ્કૂલમાં આવવા-જવા માટે પાણીમાંથી જ પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલા માટે ત્યાંના એક શિક્ષિકાએ આવું પગલું ઉઠાવ્યું હતું. 

જો કે એ શિક્ષિકાપાસે આવું કરવાની પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે ડોક્ટરે એમણે પાણીથી બચવાની સલાહ આપી હતી અને એટલા માટે એમને સ્કૂલમાં પંહોચવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. નિવેદન બાદ શિક્ષિકાએ લોકો પાસે માફી પણ માંગી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ