બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Mathura Banke Bihari Bhagwan sat on a gold-silver zhula hindola today on hariyali trij, see photos videos

ભક્તિ / હરિયાલી ત્રીજ પર શ્રીકૃષ્ણ માટે 100 કિલો ચાંદીના હિંડોળા, આ મંદિરમાં દર થોડી મિનિટમાં કરી દેવાય છે પડદો-એકીટશે નથી થતાં દર્શન

Vaidehi

Last Updated: 07:37 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંકે બિહારી મંદિરમાં હરિયાળી ત્રીજનાં પર્વે ભગવાન સોના-ચાંદીથી સજ્જ ભવ્ય ઝૂલા પર વિરાજમાન થયાં. દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી. જુઓ વીડિયો.

  • બાંકે બિહારી મંદિરમાં હરિયાળી ત્રીજની ઊજવણી
  • સમગ્ર મંદિરને લીલા કપડાંથી સજાવવામાં આવ્યું
  • ભગવાન બાંકે બિહારી સોના-ચાંદીનાં ઝૂલા પર વિરાજમાન થયાં

મથુરામાં હરિયાળી ત્રીજનાં પર્વે બાંકે બિહારી મંદિરમાં બાંકે બિહારી 20 કિલો સોનું અને 100 કિલો ચાંદીથી બનેલા ઝૂલા પર વિરાજમાન થઈને પોતાના ભક્તોને દર્શનનો લાહવો આપી રહ્યાં છે. હરિયાળી ત્રીજનાં દિવસે બાંકે બિહારી મંદિરમાં ભગવાન ગર્ભગૃહથી નિકળીને આંગણામાં મૂકવામાં આવતાં ઝૂલા પર વિરાજમાન થાય છે. આજનાં દિવસની ભવ્યતા એટલા માટે વધારે છે કારણકે ભગવાન બાંકે બિહારી પહેલીવખત આ ઝૂલા પર 15 ઑગસ્ટ 1947નાં રોજ વિરાજમાન થયાં હતાં જે બાદ આજનાં દિવસે ભક્તોને આ રીતે દર્શન આપી રહ્યાં છે.

લીલા કપડાંથી મંદિરનો શણગાર
હરિયાળી ત્રીજનાં દિવસે વ્રજનાં મંદિરોમાં ભગવાનને ઝૂલા પર વિરાજમાન કરવાની એક પરંપરા હોય છે. આજનાં આ શુભ દિવસે બાંકે બિહારી મંદિરને લીલા કપડાંથી સજાવવામાં આવ્યું છે. મંદિરમાં ચારેય તરફ હરિયાળી દેખાઈ રહી છે. અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી ગયાં છે. 

આજનાં દિવસે મંદિર વધુ 4 કલાક ખુલ્લું રહેશે
હરિયાળી ત્રીજનાં દિવસે બાંકે બિહારીજીનાં દર્શન કરવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે જેના લીધે મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાંકે બિહારીનાં દર્શનનો સામાન્ય સમય સવારનાં 7.45થી બપોરે 12.00 સુધી અને સાંજે 5.30 વાગ્યાથી રાત્રે 9.30 વાગ્યા સુધીનો હોય છે. ભક્તોની ભીડને જોતાં આ દિવસે મંદિર 4 કલાક વધુ ખુલ્લું રહેશએ એટલે કે 8.15 કલાકની જગ્યાએ 12 કલાક ખુલ્લું રહેશે.

ભગવાનને પડદામાં રાખવામાં આવે છે 
એવી માન્યતા છે કે એક વખત એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો અને ભગવાન સામે એકીટસે કલાકો સુધી જોતો રહ્યો હતો. ભગવાન ખુશ થઈ ગયા હતા અને તેની સાથે તેના ગામડે ચાલ્યા ગયા હતા. જ્યારે મંદિરના સ્વામીજીને ખબર પડી ત્યારે તેઓ તેમની પાછળ ગયા અને ઘણી મથામણ પછી બાંકે બિહારીને પાછા લાવ્યા હતા. એ સમય પછીથી દર્શન કરવા માટે આવતા ભક્તો માટે વારંવાર દર્શન ખોલવા અને બંધ કરવાની પ્રથા બનાવવામાં આવી હતી અને ભગવાનને થોડા સમયાંતરે પડદામાં રાખવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ