બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Maruti Suzuki will increase the price of cars from january 2024

ઓટો / કાર લેવાનો વિચાર હોય તો 2024 પહેલા નિર્ણય લઈ લેજો, મોટી બ્રાન્ડની કારો થશે મોંધી, નવા વર્ષમાં મધ્યમ વર્ગને પડશે ફટકો

Vaidehi

Last Updated: 06:07 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરી 2024થી મારૂતિ સુઝુકીની કારની નવી કિંમતો લાગૂ થશે. કંપનીએ કહ્યું કે વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં લેતાં કારની કિંમતો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • જાન્યુઆરી 2024થી વધી જશે કારનો ભાવ
  • મારુતિ સુઝુકીની કારનાં ભાવમાં વધારો થશે
  • કંપનીએ કહ્યું કે મોંઘવારીને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે

2024ની શરૂઆતમાં જો કાર લેવાનો પ્લાન કરતાં હોય તો તમારા માટે ખરાબ સમાચાર..કારણકે દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી આવતાં વર્ષ કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. જાન્યુઆરી 2024થી કારની નવી કિંમતો લાગૂ થશે.  કંપનીએ કહ્યું કે તેમના ઉપર મોંઘવારીનું પ્રેશર છે. મોંઘવારી અને કોમોડિટી પ્રાઈઝમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.

બજેટ ફ્રેંડલી કારથી લઈને પ્રીમિયમ કાર
ઈન્ડિયન માર્કેટમાં મારૂતિ સુઝુકી સસ્તી કારથી લઈને પ્રીમિયમ MPV કાર પણ વેંચે છે. તેમાં મારુતિ અલ્ટોથી લઈને IVICTO પણ સામેલ છે. જેની શરૂઆતી એક્સ શૉરૂમ પ્રાઈઝ ક્રમશ: 3.54 લાખ રૂપિયા અને 28.42 લાખ રૂપિયા છે.  જો કે મારુતિ સુઝુકીએ એ સ્પષ્ટતા નથી કરી કે કારની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે.

મોડલનાં હિસાબે દર અલગ-અલગ
બોમ્બે સ્ટોક એક્સચેંજ ફાઈલિંગમાં મારુતિ સુઝુકીએ કહ્યું કે કંપની જાન્યુઆરી 2024થી કારની કિંમત વધારવાની યોજના બનાવી રહી છે. મોડલનાં હિસાબે વધારાનાં દર નક્કી કરવામાં આવશે.

Audiએ પણ ભાવ વધારવાની જાહેરાત કરી હતી
આ પહેલા જર્મન લક્ઝરી કાર Audiએ પણ કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. Audiએ કહ્યું કે વધતા ઈનપુટ અને ઓપરેશન કોસ્ટને ધ્યાનમાં રાખીને કંપની આવતા વર્ષે જાન્યુઆરીથી ભારતમાં કારની કિંમતમાં વધારો કરશે. Audi તેની કારની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ