બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Manish Sisodia has to stay in jail till June 1, dragged away by police by neck

BIG NEWS / મનીષ સિસોદિયાએ હજુ 1 જૂન સુધી રહેવું પડશે જેલમાં, ગરદન પકડીને ખેંચીને લઈ ગઈ પોલીસ તો કેજરીવાલે ઉઠાવ્યા સવાલ

Priyakant

Last Updated: 12:06 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manish Sisodia News: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી, પોલીસ  સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળી

  • દિલ્હીનાં Dy.CM મનીષ સિસોદિયાએ હજુ 1 જૂન સુધી રહેવું પડશે જેલમાં
  • પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળી
  • કેજરીવાલે કહ્યું શું ઉપરથી પોલીસને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે?

દિલ્હીનાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળી હતી. જેને લઈ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે. આ તરફ હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.

AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસ દ્વારા આજે તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળતા કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. 

શું કહ્યું કેજરીવાલે ?
આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે. મનીષ સિસોદિયાના ગળાના ભાગે લઈ જવાના ફૂટેજ શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું, શું પોલીસને મનીષ જી સાથે આ રીતે ગેરવર્તન કરવાનો અધિકાર છે? શું ઉપરથી પોલીસને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે?

ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે. આ સાથે જેલ સત્તાવાળાઓને અભ્યાસના હેતુ માટે ખુરશી અને ટેબલ પ્રદાન કરવાની તેમની વિનંતી પર વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ