ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Man thanks Taarak Mehta Ka Ooltah Chashmah for making his father, in ICU, smile. Viral tweet

VIRAL / ICU માં દાખલ પિતાને તારક મહેતા.. જોતા જ સ્મિત આવતા દિકરાએ ટ્વીટ કર્યુ, આભાર માન્યો

Published By: Juhi

Last Updated: 04:51 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિવિઝનની સૌથી પોપ્યુલર સીરિયલ્સમાંથી એક એટલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', જે વર્ષોથી દર્શકોને હસાવવા માટે સફળ થઇ છે. ગત 12 વર્ષોથી તેના તમામ કેરેક્ટર્સે દેશની જનતાની સાથે સાથે વિશ્વમાં વસતા ભારતીયો વચ્ચે ખાસ જગ્યા બનાવી છે. આ વચ્ચે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને લઇને એક ટ્વિટ વાયરલ થઇ રહ્યુ છે.

ADVERTISEMENT

જી હા, શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીને  એક ટ્વિટ કર્યુ છે જેમાં એક દિકરો શોના મેકર્સ અને તેના કેરેક્ટર્સનો આભાર માની રહ્યો છે કેમકે આ સીરિયલની મદદથી જ તે દિકરાએ પોતાના પિતાના મોઢા પર હાસ્ય જોયું.

 

વાસ્તવમાં જ આ વ્યક્તિના પિતા છેલ્લા 6 દિવસોથી ICU માં હતા અને તેઓ જેવા જ વોર્ડમાં શિફ્ટ થયા તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી પર લગાવવા માટે કહ્યુ. આ જોતા જ તેમના ચહેરા પર સ્મિત આવી ગયુ. આ વાતનો સ્ક્રીનશોટ પ્રોડ્યુસરે પોતે શૅર કર્યો છે. 

આ ટ્વીટના કેપ્શનમાં લખ્યુ કે, ''તમારા આ પ્રેમ માટે આભાર, તમારે પ્રેમ અમને વધારે પ્રોત્સાહિત કરે છે.'' આ પોસ્ટમાં વ્યકિતએ જણાવ્યુ કે, તેના પિતાના બ્રેન સ્ટ્રોકમાં છેલ્લા 6 દિવસથી ICU માં હતા, જ્યારે તેમણે વોર્ડમાં શિફ્ટ કરતા તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જોવાની ડિમાન્ડ કરી. જેઠાલાલ અને બબીતાની વચ્ચે આ સીન જોઇને તેમના ચહેરા પર સ્મિત આવી ગયુ.

આસિત કુમાર મોદીનું આ ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે જે પછી અન્ય યૂઝર્સ પણ શોના મેકર્સને કહી રહ્યા છે કે તેઓ પણ આ શોને ખૂબ જ પસંદ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment India Social Media Taarak Mehta Ka Ooltah Chashmah Tellywood viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ