ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / mamata banerjee angry with mahua moitra said pay attention to her parliamentary constituency

પશ્ચિમ બંગાળ / પોતાના સંસદીય ક્ષેત્રમાં ધ્યાન આપો, સંગઠનના કામમાં દખલ કરવી નહીં: મમતાએ પોતાના સાંસદને આપી ચેતવણી

Published By: Pravin

Last Updated: 09:15 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એક શિખામણ આપી છે.

ADVERTISEMENT

  • મમતા બેનર્જીએ પોતાના સાંસદને રોકડુ પરખાવી દીધું
  • મહુઆ મોઈત્રાને આપી દીધી શિખામણ
  • તેમણે પોતાના મતવિસ્તારમાં ધ્યાન આપવા આપી સલાહ

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એક શિખામણ આપી છે. મમતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે પોતાના મત વિસ્તાર પર ધ્યાન આપે. સંગઠનના કામકાજમાં દખલ ન કરે. મમતાએ કલકત્તાના બૂથ લેવલ કાર્યકર્તાની મીટિંગમાં નાદિયાની કરીમપુર વિધાનસભા સીટને લઈને કહ્યું કે, તે અહીંના મામલાના મુર્શિદાબાદના સાંસદ અબૂ તાહિર પર છોડી દે.

હાલમાં મહુઆ મોઈત્રા કૃષ્ણનગર લોકસભા સીટથી સાંસદ છએ. પણ 2016માં તે કરીમપુર સીટથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. જેને લઈને કરીમપુરથી તેમને ખાસ લગાવ છે. ધારાસભ્ય ન હોવા છતાં પણ તે આ સીટ સાથે જોડાયેલ મામલામાં દખલ આપી રહ્યા છે. જેને લઈને મમતા બેનર્જીએ હવે ચેતવણી આપી દીધી છે. 

મમતા પાસે કરી હતી ફરિયાદ

પાર્ટીએ આ વિધાનસભાના પ્રભારી અબૂ તાહિરને બનાવ્યા છે. તેને વાતને લઈને મમતા બેનર્જીએ કહ્યું કે, કરીમપુર વિધાનસભા ક્ષેત્ર હવે મહુઆ મોઈત્રાના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. તેના અબૂ તાહિર હવે પ્રભારી છે. તેમણે ત્યાંના ઘટનાઓ પર નજર રાખવી જોઈએ. હકીકતમાં જોઈએ તો, છેલ્લા કેટલાય દિવસમાં મહુઓ મોઈત્રાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમાં કહેવામા આવ્યું હતું કે, મહુઆ કરીમપુર મામલામાં દખલ આપતા રહે છે અને પોતાની રીતે સંગઠન ચલાવે છે. તેમાં અમુક નેતાઓ અને વિસ્તારના અધિકારીઓ સહયોગ કરે છે. એટલું જ નહીં પાર્ટીની ગાઈડલાઈનને નજરઅંદાજ કરીને કામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee mahua moitra મમતા બેનર્જી મહુઆ મોઈત્રા Mamata Banerjee

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ