બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી

logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

VTV / ભારત / maldives government took action after the minister anti india remarks make distanced from statement

માલદીવ / PM મોદીને કઠપૂતળી કહેવાનું મંત્રીઓને ભારે પડ્યું, માલદીવ સરકારે લીધું એક્શન, દેશમાં વિરોધ

Hiralal

Last Updated: 04:03 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી પરની પોતાના મંત્રીઓની વાંધાજનક ટીપ્પણી પર ભારતના ઉગ્ર વાંધા બાદ માલદીવ સરકાર તાબડતોબ ડેમેજ કન્ટ્રોલના મૂડમાં આવી છે.

  • પીએમ મોદી પરની માલદીવના મંત્રીઓની વાંધાજનક ટીપ્પણીનો મામલો
  • માલદીવ સરકારે પોતાના મંત્રીઓની ટીપ્પણીઓને તેમની અંગત ગણાવી
  • વિવાદીત ટીપ્પણીઓ સાથે માલદીવ સરકારને કંઈ લેવાદેવા ન હોવાનું કહ્યું 

પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી. 

મરિયમ શિઉનાની ટીપ્પણી ભયાનક ભાષા-પૂર્વ પ્રેસિડન્ટ મોહમ્મદ નશીદ
પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવવાની ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે મંત્રી મરિયમ શિઉના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા ભયાનક છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત એક મુખ્ય ભાગીદાર છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, "માલદીવના સરકારી અધિકારી મરિયમ શિઉનાએ માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ એવા મુખ્ય સાથીના નેતા પ્રત્યે કેવી ભયાનક ભાષા બોલી છે." મોહમ્મદ મુઇઝઝુ સરકારે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવી જોઈએ અને ભારતને સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ. 

વાંચવા જેવું: PM મોદી પર માલદીવના મહિલા મંત્રીની વાંધાજનક ટીપ્પણીથી મોટો વિવાદ, ભારતે લીધું મોટું એક્શન

માલદીવના બે મંત્રીઓ-અધિકારીઓ શું ટીપ્પણી કરી હતી 
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જોકર' અને 'કઠપૂતળી' ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, "આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ