બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પાવાગઢ મૂર્તિ ખંડિત થવા અંગે મોટું અપડેટ, હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો આંદોલનનો નિર્ણય મોકૂફ
Last Updated: 11:39 PM, 18 June 2024
પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી હતી. કોબા ખાતે આજે સમાજનાં આગેવાનો અને હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજનાં આગેવાનો સંતુષ્ટ થયા હતા.
ADVERTISEMENT
જિનપ્રેમ વિજયજી મહારાજનું નિવેદન
ADVERTISEMENT
જિનપ્રેમ વિજયજી મહારાજ જણાવ્યું કે, ઘટનામાં કડકમાં કડક પગલા ભરી કાર્યવાહી કરવાની માંગ છે અને જે રીતના પગલા ભરાયા છે તેમાં સંતોષ નથી. મહારાજ દ્વારા તમામને સુરત પહોંચવાનું કહેવાયું છે તેમજ વધુમાં કહ્યું કે, આંદોલન શાંતિ પ્રિય રીતે ચાલુ જ રહેશે. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ખાતે ઘરણા પ્રદર્શન શરૂ કરાશે. આપને જણાવીએ કે, સુરતમાં જૈન સંઘમાં ચાલી રહેલી મીટીંગ પૂર્ણ કરી વોક વે ખાતે ધરણા પર ઉતરવા રવાના થયા છે.
જૈન સમાજમાં રોષ
પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડનો મામલો માંડ થાળે પડ્યો હતો ત્યાં હવે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ થયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે આગેવાનોની દરમિયાનગીરીથી આ મામલો થોડો શાંત તો પડ્યો પરંતુ હજુ પણ કેટલીક માગણીઓને લઈને જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.
કેમ થયો વિવાદ?
પાવાગઢ મંદિરનાં પગથિયાના નવીનીકરણ થવાનું હતું. જેથી જૂના પગથિયા પાસે જૈન સમાજની મૂર્તિઓ હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓ હટાવવા જૈન અગ્રણીઓ સાતે વાત કરાઈ હતી. મૂર્તિઓ પાસે પ્રસાદી મૂકવાને લઈને ગંદકી થતી હતી. મૂર્તિઓ હટાવવાને લઈને જૈન અગ્રણીઓ રાજી થયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓ હટાવતા જૈન સમાજે વિરોધ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.