ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahisagar district All Mamlatdars of issued a new decree for ration

ફરમાન / હવે આવાં પરિવારોએ પાછાં આપી દેવા પડશે રેશનકાર્ડ, જાણો ગુજરાતના કયા જિલ્લામાં અપાયા આદેશ

Published By: Dhruv

Last Updated: 04:26 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લાના તમામ મામલતદારે 10 હજારથી વધુ આવક ધરાવતા પરિવારનું 30 જૂન સુધીમાં રેશનિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

  • મહીસાગર જિલ્લાના તમામ મામલતદારનું ફરમાન
  • 10 હજારથી વધુ આવક ધરાવતા પરિવારનું રેશનિંગ બંધ કરવા આદેશ
  • જિલ્લાના દરેક ગામમાં જાહેરનામું લગાડવા તલાટીને આદેશ

મહીસાગર જિલ્લાના તમામ મામલતદારે નવું ફરમાન જાહેર કર્યું છે. મામલતદારોએ જાહેર કરેલા ફરમાનમાં 10 હજારથી વધુ આવક ધરાવતા પરિવારનું 30 જૂન સુધીમાં રેશનિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મામલતદારોએ વધુ આવક ધરાવતા પરિવારોને જાતે જ નામ કમી કરવાનો આદેશ આપ્યો છે. એ માટે જિલ્લાના દરેક ગામમાં જાહેરનામું લગાડવા તમામ તલાટીઓને આદેશ આપ્યો છે. 30 જૂન બાદ તમામ તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે. જેમાં આર્થિક સુખાકારી જાણવા પર કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ કેન્દ્ર સરકારે રાશનને આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવી

અત્રે બીજી બાજુ રેશનકાર્ડને લઇને મહત્વના સમાચારની જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે રાશનના લાભાર્થીઓને વધુ એક મોટી તક આપી છે. અગાઉ રાશનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ હવે તેને લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. વિભાગ (ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ) એ આ માટે સૂચના બહાર પાડી છે. ચાલો જાણીએ કે, તમે ઘરે બેસીને આધાર સાથે રેશનને કેવી રીતે લિંક કરી શકો છો.

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત

અહીં નોંધનીય છે કે, રાશનકાર્ડના લાભાર્થીઓને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળે છે. કેન્દ્ર સરકારની 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના હેઠળ દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશન કાર્ડના બીજા ઘણા ફાયદા છે. તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરીને 'વન નેશન વન રેશન કાર્ડ' યોજના હેઠળ દેશના કોઈપણ રાજ્યની રાશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે લિંક કરવું ?

1. આ માટે સૌથી પહેલા તમે આધારની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
2. હવે તમે 'સ્ટાર્ટ નાઉ' પર ક્લિક કરો.
3. હવે તમે જિલ્લા રાજ્ય સાથે તમારું સરનામું ભરો.
4. હવે 'રેશન કાર્ડ બેનિફિટ' ના વિકલ્પ પર ક્લિક કરો.
5. હવે આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
6. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
7. અહીં OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થયાનો મેસેજ મળશે.

ઑફલાઇન લિંક કેવી રીતે કરવી

જો તમે ઇચ્છો તો, તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે ઑફલાઇન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા જરૂરી દસ્તાવેજો લઈને રેશનકાર્ડ કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. જો તમે ઇચ્છો તો, તમે રેશન કાર્ડ સેન્ટર પર તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ કરાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar Mamlatdars Mahisagar district decree for ration મહિસાગર મામલતદાર Mahisagar district news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ