બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahesana Health Survey of pregnant women revealed that they are addicted to smoking and chewing tobacco

રાજ્ય / ગુજરાતમાં સગર્ભા મહિલાઓ કરે છે તમાકુનું વ્યસન!, આરોગ્ય વિભાગના સર્વેમાં ધુમાડા કાઢતો ખુલાસો, આંકડા ચોંકાવનારા

Vaidehi

Last Updated: 05:21 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં સગર્ભા માતાઓમાં અને મહિલાઓમાં ધૂમ્રપાન અને તમાકુ ચાવવાનો વ્યસન હોવાનો ખુલાસો થયો છે.

  • સગર્ભા મહિલાઓમાં ધૂમ્રપાન અને તમાકુના સેવનનું વ્યસન વધ્યું
  • જિલ્લામાં 17,274 સગર્ભા મહિલાઓનો હાથ ધરાયો સરવે
  • અમુક મહિલાઓને વ્યસન છોડાવવા NGOએ લીધી દત્તક

મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓમાં તમાકુ સંબંધી વ્યસન હોવાનો ખૂલાસો જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેમાં થયો છે. સર્વેના આંકડા પ્રમાણે મહેસાણા જિલ્લામાં મહિલાઓને તમાકુ ચાવવાની અને ધુમ્રપાન કરવાની આદત હોય તેવું બહાર આવ્યું છે. સગર્ભા મહિલા જો તમાકુ સંબંધિત વ્યસન રાખે તો આવનારા બાળક પર તેની અસર થવાની ભીતિ સેવાતી હોય છે. તેવામાં માતાઓ કાઉન્સેલિંગ અને સારવાર મારફતે વ્યસન છોડે તે માટે NGO કામ કરી રહ્યાં છે.

મહેસાણામાં કરાયો સર્વે
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં સગર્ભા માતાઓના આરોગ્ય વિશે માહિતી મળી. સર્વે અનુસાર જિલ્લામાં સગર્ભા માતાઓમાં ધૂમ્રપાન અને તમાકુનાં સેવનનું વ્યસન હોય તેવું સામે આવ્યું છે. જિલ્લામાં કુલ 17,274 સગર્ભાઓ  મહિલાઓનો સર્વે થયો જેમાં 345 સગર્ભા મહિલાઓમાં તમાકુનું વ્યસન જોવા મળ્યું. 104 સગર્ભા માતાઓમાં ધૂમ્રપાનનું વ્યસન જોવા મળ્યું હતું.

સગર્ભા માતાઓને દત્તક લીધી
જિલ્લામાં મહિલાઓની આવી સ્થિતિ ઘણાં સમયથી જોવા મળી રહી છે.  સગર્ભા મહિલા જો તમાકુ સંબંધિત વ્યસન રાખે તો આવનારા બાળક પર તેની અસર થવાની ભીતિ સેવાતી હોય છે. તેથી સગર્ભા માતાઓને કાઉન્સેલિંગ અને સારવાર આપી વ્યસન છોડાવવા પ્રયત્ન કરાય છે. એટલું જ નહીં કેટલાક  NGOએ તો કેટલીક સગર્ભા માતાઓને વ્યસન છોડાવવા માટે દત્તક પણ લીધી છે.

લંગ્સ કેન્સરનો ભય

કેન્સર એ વિશ્વનો સૌથી ખતરનાક જીવલેણ રોગ છે. જો કે આજે તેની સારવાર પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે, પરંતુ આજે પણ આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. મહિલાઓમાં સ્તન અને અંડાશયનું કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરને સૌથી ખતરનાક માનવામાં આવે છે પરંતુ થોડા સમય પહેલાં સામે આવેલા અહેવાલે ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર, ફેફસાનું કેન્સર આના કરતા પણ વધુ ખતરનાક બની શકે છે. તેથી જ તેની સાથે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

શા માટે લંગ્સ કેન્સર આટલુ ખતરનાક છે
અમેરિકામાં બીજા નંબરનું સૌથી સામાન્ય રીતે જોવા મળતુ કેન્સર ફેફસાનું છે. 2020 માં લગભગ 135,720 લોકોએ આ રોગને કારણે જીવ ગુમાવ્યો હતો. આ આંકડો બ્રેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરથી થતા મૃત્યુ કરતા વધુ છે. ભારતમાં ફેફસાંનું કેન્સર પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને લઈને હેલ્થ એક્સપર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. ડોકટરોના અનુમાન મુજબ, 2023માં 2.38 લાખથી વધુ લોકોમાં આ કેન્સર જોવા મળી શકે છે. ફેફસાના કેન્સરને વધતા અટકાવવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. આવો જાણીએ...

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહા ભંગાણ, પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરોએ કર્યો કેસરિયો, સી આર પાટીલે કહ્યું કોઈ નિરાશ નહીં થાય

આ ઘરેલુ ઉપાય આવી શકે છે કામ
જો સ્મોકિંગ કરવાથી તમારા અવાજ બેસી જાય છે તો પછી ગળામાં સોજો અને દુખાવાનો અનુભવ થઇ રહ્યો છે. તો અમુક ઘરેલુ ઉપાય તમને રાહત આપી શકે છે. સૌથી પહેલા તો તમારે ધૂમ્રપાન છોડવુ જોઇએ. તેની સાથે જ વધારે માત્રામાં પાણી પીઓ અને મીઠાવાળા પાણીથી ગાર્ગલ્સ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ