બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / Gandhinagar Kamalam 1500 congress leaders and members joined bjp in front of C R Patil

રાજનીતિ / લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહા ભંગાણ, પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરોએ કર્યો કેસરિયો, સી આર પાટીલે કહ્યું કોઈ નિરાશ નહીં થાય

Vaidehi

Last Updated: 04:47 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોએ ભાજપ સાથે હાથ મળાવ્યો.

  • ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટું ભંગાણ
  • 1500 જેટલા કોંગ્રેસનાં નેતાઓ ભાજપમાં જોડાયા
  • BJP અધ્યક્ષ સી.આર.પાટીલે આપી માહિતી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. ગાંધીનગરમાં કમલમ ખાતે 1,500 જેટલા નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને બાય-બાય કહીને ભાજપ સાથે હાથ  મળાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરમાં કોંગ્રેસનાં 1500 નેતાઓ ભાજપમાં જોડાયા.

"ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય."
કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયાં છે. જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમનું સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે, "ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય." તેમણે કહ્યું કે, ભાજપ સાથે જોડાઓ છો તો તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી હુંડી જેવી છે. ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે વચનો મોદીએ આજ સુધી પુરા કર્યા...જે ખાત મુહૂર્ત થયા તે કામ પૂરાં કર્યાં. હું કોઈ પક્ષના ટીકામાં નથી માનતો. તમે કોઈ નિરાશ નહીં થાવ "

કોંગ્રેસનાં 1500 જેટલા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા

  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ 
  • APMCના ડિરેક્ટર સુધીર પટેલ 
  • મહુધાનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ ઠાકોર
  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડૉ.વિપુલ પટેલ 
  • યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુધીર પટેલ 
  • ખેરાલુ તા.પં પૂર્વ પ્રમુખ વિનોદ ચોધરી
  • સતલાસણા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર
  • રાણપુર તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ બારોટ
  • તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય દિનેશ સિંહ પરમાર
  • તાલુકા પંચાયતનાં સદસ્ય નાગજી ઠાકોર
  • મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મંજુલા બેન ચોધરી
  • ખેરાલુ તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ રાણા

વધુ વાંચો: ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટો ફટકો, ભાવનગર યાર્ડના સત્તાધીશોએ લીધો મોટો નિર્ણય 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ