બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Maharashtra Governor Says He Conveyed To PM "Desire" To Step Down

રાજનીતિ / ભગતસિંહ કોશ્યારીને ન રહ્યો રાજ્યપાલમાં રસ, PM મોદીને પત્ર લખીને કહ્યું- જવાની રજા આપો

Hiralal

Last Updated: 04:25 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવનવા નિવેદનો આપીને ચર્ચા જગાડનાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યપાલનો હોદ્દો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  • ભગતસિંહ કોશ્યારીને ન રહ્યો રાજ્યપાલના હોદ્દામાં રસ
  • રાજ્યપાલનો હોદ્દો છોડવાની વ્યક્ત કરી ઈચ્છા
  • કહ્યું- પીએમ મોદીને કહી રાખ્યું છે 

ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું કે મેં પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી કે મને તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. રાજ્યપાલે કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બાકીનું જીવન વાંચન, લેખનમાં પસાર કરવા માગે છે 
રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રાજ્યપાલ કોશ્યારીએ પોતાનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય નવરાશની પ્રવૃત્તિઓ પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કોશ્યારીએ કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મને હંમેશાં માનનીય વડા પ્રધાન તરફથી પ્રેમ અને સ્નેહ મળ્યો છે. 

અવનવા નિવેદનો આપીને જગાવી હતી ચર્ચા 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ઘણા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે. વિપક્ષે પણ તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું. જે બાદ વિપક્ષ તેમજ રાજ્ય સરકારના ઘણા નેતાઓએ તેમની ટીકા કરી હતી. રાજ્યપાલ કોશ્યારીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જુના જમાનાના આઈકોન હતા. તેમણે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને તેમના આદર્શ ગણાવ્યાં હતા. તેમના આ નિવેદન પર મોટો વિવાદ થયો હતો અને નેતાઓ ઉકળી પડ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ