Maharashtra Assembly Elections 2019 Bollywood Celebrities Vote
ચૂંટણી /
મતદાન કરવા માટે પહોંચ્યા સ્ટાર્સ, આમિર ખાન-કિરણ રાવ સહિત આ સ્ટાર્સે આપ્યો વોટ
Team VTV11:09 AM, 21 Oct 19
| Updated: 12:55 PM, 21 Oct 19
મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. હવે જનતા નક્કી કરશે કે કોણે સત્તામાં આવવુ જોઇએ અને તેની ખબર 24 ઓક્ટોબર પડશે. ચૂંટણીને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી, બોલિવુડના ઘણા સ્ટાર્સ વોટ આપવા માટે સ્પૉટ થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને કહ્યું-રેકોર્ડ વોટિંગ કરી લોકતંત્રને મજબૂત બનાવો.
આ સિવાય ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યમાં 63 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે પણ આજે વોટિંગ ચાલું છે.
હરિયાણા -મહારાષ્ટ્ર વિધાનસભા અને તમામ પેટા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે આવશે.
મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના કોંગ્રેસ- NCP ગઠબંધન ટક્કર આપવા માટે તૈયાર છે. આમિર ખાન બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથની બહાર મીડિયા સાથે વાતચીત કરતા એક્ટરે મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ પત્ની જેનલિયા સાથે મત આપવા માટે પહોંચ્યો હતો.
#MaharashtraAssemblyPolls: Actor & BJP MP from Gorakhpur (UP) Ravi Kishan & actress Padmini Kolhapure cast their votes at polling booths in Mumbai's Goregaon & Andheri (West) constituency, respectively. pic.twitter.com/U1tKD18sYM
આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પરિવાર સાથે પૉલિંગ બૂથમાં જઇને મતદાન કર્યુ હતુ.
એક્ટર અને ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશને મુંબઇના ગોરેગાંવના પૉલિંગ બૂથની બહાર વોટ કર્યા પછી મીડિયા સામે પોઝ આપ્યો હતો. આ સિવાય એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેએ અંધેરી (પ્રશ્ચિમ) નિર્વાચન ક્ષેત્રમાં વોટ કરવા માટે આવ્યા હતા.