બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Madhya Pradesh tribal sues government for over Rs 10,000 crore

અજીબ મામલો / જેલમાંથી બહાર આવેલા શખ્સે કહ્યું સેક્સની મજા ન માણી શક્યો 10,000 કરોડ આપો, શિવરાજ સરકાર કન્ફ્યૂઝ

Hiralal

Last Updated: 04:25 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના રતલામના એક શખ્સે શિવરાજ સરકાર પાસેથી 10 હજાર કરોડનું વળતર માગ્યું છે.

  • મધ્યપ્રદેશના રતલામના શખ્સની માગ
  • શિવરાજ સરકાર 10 હજાર કરોડનું વળતર આપે
  • રેપના ખોટા કેસમાં જેલમાં પૂરી દેવાયો
  • કોર્ટે છોડી મૂકતા કરી માગ
  • ધંધામાં નુકશાન અને સેક્સના આનંદથી વંચિત રાખવા બદલ માગ્યું વળતર 

મધ્યપ્રદેશના રતલામમાં એક વ્યક્તિને બળાત્કારના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેવું પડ્યું હતું. 666 દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવેલા આ વ્યક્તિએ હવે સરકાર પાસે 10,006 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. આમાં નુકસાનથી લઈને વ્યવસાયથી લઈને મુકદ્દમા સુધીના ખર્ચનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કુલ માગવામાં આવેલી રકમમાંથી તેને 10,000 કરોડ રૂપિયા એટલા માટે જોઈએ છે કારણ કે તે 'મનુષ્યને ભગવાનની ભેટ, જેમ કે સેક્સ'થી વંચિત રહી ગયો હતો.

જેલમાંથી બહાર આવીને 35 વર્ષીય કાંતિલાલ ભીલે કર્યો ચોંકાવનારો ખુલાસો 

35 વર્ષીય કાંતિલાલ ભીલનું કહેવું છે કે આરોપો અને જેલથી તેમની દુનિયા બદલાઈ ગઈ છે. તેની પત્ની, બાળકો અને માતા ખૂબ જ પીડામાંથી પસાર થયા. "આ બે વર્ષની જેલમાં હું શું પસાર થયો તે હું સમજાવી શકતો નથી. મારું કુટુંબ ઇનરવેર પણ ખરીદી શકતું નહોતું. મેં જેલમાં કપડાં વિના કડકડતી ઠંડી અને ગરમી સહન કરી.
કાંતિએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવતીની કૃપાથી તે જેલમાંથી બહાર નીકળી શક્યો છે કારણ કે વકીલે તેના માટે કોઈ ફી લીધા વગર કેસ લડ્યો હતો. હવે તે જેલમાં વિતાવેલા દરેક દિવસનો હિસાબ માંગે છે. પીડિતાએ વળતર અરજીમાં પોલીસ પર "ખોટા, બનાવટી અને બદનક્ષીભર્યા નિવેદનો" આપવાનો આરોપ લગાવ્યો છે, અને કહ્યું છે કે ખોટા આરોપથી તેનું જીવન અને કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. કાંતિલાલે જણાવ્યું હતું કે જેલમાં તેમને ચામડીના રોગ ઉપરાંત અન્ય કેટલીક બિમારીઓ થઈ હતી અને પોતે પરિવારમાં કમાનારો એકલો હતો. 

બે વર્ષ સેક્સથી વંચિત રહ્યો માટે આપો 10,000 કરોડ 
કાંતિલાલે ધંધાને નુકસાન, પ્રતિષ્ઠાને નુકસાન, શારીરિક અને માનસિક તકલીફ અને પોતાના પરિવારને થયેલા નુકસાન માટે એક-એક કરોડ રૂપિયાની માગણી કરી છે. આ સિવાય તેને 10 હજાર કરોડ રૂપિયા જોઈએ છે કારણ કે તે સેક્સ એન્જોય નથી કરી શકતો, જેને તે ભગવાનની ભેટ માને છે. કાંતિલાલે જેલમાં રહીને સુનાવણીના ખર્ચ માટે ૨ લાખ રૂપિયાની માંગ કરી છે.

શું હતો આખો મામલો
કાંતિલાલને ગેંગરેપ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. 18 જાન્યુઆરી, 2018ના રોજ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તે તેના ભાઈના ઘરે જઈ રહી છે ત્યારે કાંતિલાલ તેને લિફ્ટ આપવાના બહાને બાઇક પર બેસી ગયો હતો. તે તેને જંગલમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. પોલીસે કાંતિલાલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ કોર્ટે તેને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યો હતો. જેલની બહાર આવીને કાંતિલાલે સરકાર પાસેથી વળતરની માગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ